મહારાષ્ટ્ર્રના એક ગામમાં અપશબ્દોના ઉપયોગ પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે કે જો કોઈ વ્યકિત અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેના પર ૫૦૦ રૂપિયાનો દડં કરવામાં આવશે. મહારાષ્ટ્ર્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તહસીલના સાૈંદાલા ગામમાં આ અત્પત પહેલ કરવામાં આવી છે. ગામના સરપચં શરદ અરગડેએ જણાવ્યું કે મહિલાઓના સન્માન અને ગૌરવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગામના વડાએ કહ્યું કે જે લોકો અપશબ્દોનો ઉપયોગ કરે છે તેઓ ભૂલી જાય છે કે તેઓ માતાઓ અને બહેનોના નામે જે બોલે છે તે તેમના પોતાના પરિવારની મહિલાઓને પણ લાગુ પડે છે. તેથી અમે અપમાનજનક ભાષા પર પ્રતિબધં મૂકવાનો અને આવી ભાષાનો ઉપયોગ કરનારાઓ પર ૫૦૦ પિયાનો દડં લાદવાનો નિર્ણય લીધો છે. શરદ અરગડેએ કહ્યું કે આ નિર્ણય સમાજમાં મહિલાઓને ગૌરવ અને સન્માન આપવાનો પ્રયાસ છે. સાૈંદલા ગામ દેશની આર્થિક રાજધાની મુંબઈથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર છે અને ગામની અર્થવ્યવસ્થા મુખ્યત્વે શેરડીની ખેતી પર નિર્ભર છે.
નોંધનીય છે કે સૈંદલા ગામની પંચાયત અગાઉ પણ આવા ક્રાંતિકારી પગલા ઉઠાવી ચુકી છે. સોંડલા ગ્રામ પંચાયતે વિધવા મહિલાઓ સાથે જોડાયેલા રિવાજ પર પણ પ્રતિબધં મૂકયો છે. ગામના વડાએ કહ્યું કે અમે સામાજિક અને ધાર્મિક વિધિઓ અને રિવાજોમાં વિધવાઓનો સમાવેશ કરીએ છીએ. આ ઉપરાંત, પતિના મૃત્યુ પછી સિંદૂર સાફ કરવા, મંગળસૂત્ર ઉતારવા અને વિધવા મહિલાઓની બંગડીઓ તોડવા જેવી પ્રથાઓ પર પ્રતિબધં છે. ૧૮૦૦ ની વસ્તી ધરાવતા સોંદલા ગામને વર્ષ ૨૦૦૭માં રાય સરકાર દ્રારા વિવાદ મુકત ગામ તરીકે જાહેર કરીને સન્માન પણ કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech