દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ વિગેરેના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

  • December 28, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર દરમ્યાન જિલ્લામાં લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પતંગો ઉડાવવામાં આવે છે. આવા પતંગો ઉડાવવા માટે પ્લાસ્ટિક, સિન્થેટિક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વિગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમા ખાસ કરીને ચાઈનીઝ બનાવટના દોરાનો ઉપયોગ થાય છે. આવા દોરાના કારણે માણસો, પક્ષીઓ, પશુઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોવાના અને મૃત્યુ થતા હોવાના બનાવો બનવા પામતા હોય છે.


આથી આવા દોરાઓથી માણસો અને પશુ-પક્ષીઓને થતી વિપરીત અસર નિવારી શકાય તે માટે યોગ્ય નિયંત્રણ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.


જેમાં તારીખ 31 જાન્યુઆરી સુધી પતંગો ઉડાવવા માટે ચાઇનીઝ માંઝા કે પ્લાસ્ટિક દોરી, નાયલોન અને સિન્થેટિક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ, મેટાલીક બેઝડ થ્રેડ્સ અને ઓડિયો મેગ્નેટીક ટેપ વિગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમાં ખાસ કરીને ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન અને ચાઈનીઝ દોરાના વેચાણ તથા ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application