સંકલન મિટિંગમાં મોબાઇલ પર પ્રતિબંધ

  • November 04, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવખત એવું બન્યું છે કે શાસક પક્ષ ભાજપ્ના તમામ કોર્પોરેટરને પાર્ટી સંકલન મિટિંગમાં મોબાઇલ ફોન લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ! આ નિર્ણય મામલે જાત જાતની ચચર્િ થઇ રહી છે પરંતુ આ મુદ્દે જાહેર કરાયેલું અને વાસ્તવિક કારણ કંઇક અલગ હોવાની ચચર્િ છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે સવારે 10 કલાકે મળેલી સંકલન મિટિંગમાં ભાજપ્ના તમામ કોર્પોરેટરને તેમના મોબાઇલ ફોન બહાર મુકવા ફરજ પડી હતી. આજથી આ નિર્ણયની અમલવારી શરૂ થઈ છે અને હવે કાયમી ધોરણે લાગુ રહેશે તેમ જાણવા મળે છે. વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મહાપાલિકામાં લગભગ દર સપ્તાહે મળતી સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ અને દર બે મહિને મળતી જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે રાજકોટ શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને અને શહેર સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ મળતી હોય છે હાલ સુધી આ મિટિંગમાં કોર્પોરેટર્સને મોબાઇલ ફોન સાથે લઇ જવા ઉપર કોઈ પ્રતિબંધ ન હતો પરંતુ જ્યારથી રાજ્યવ્યાપી સમીકરણો બદલાયા અને તેની અસરના ભાગરૂપે રાજકોટના સ્થાનિક સમીકરણો બદલાયા ઉપરાંત તાજેતરમાં મહાપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણુંક થઇ ત્યારથી કોર્પોરેટર્સને પાર્ટી સંકલનની મિટિંગમાં મોબાઇલ ફોન સાથે લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહાપાલિકામાં નવા પદાધિકારીઓની નિયુક્તિ બાદ સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ અને જનરલ બોર્ડ મિટિંગમાં અમુક કોર્પોરેટર્સ મહત્વની દરખાસ્તો અંગે ચચર્મિાં જોડાવાને બદલે મોબાઇલ ફોનમાં વોટ્સએપ, ફેસબુક વિગેરેમાં તેમજ વીડિયો ગેઇમ રમવામાં વ્યસ્ત હોવાના દ્રશ્યો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિકમાં પ્રસિધ્ધ થતા તેમજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મિટિંગમાં મોબાઇલ ફોન ઉપર પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો. જો કે પાર્ટી સંકલનની મિટિંગનું મીડિયા કવરેજ થતું હોતું નથી તેમ છતાં આજે પાર્ટી સંકલનની મિટિંગ પૂર્વે મોબાઇલ ફોન લોકરમાં મુકવામાં આવતા આ બાબત ચચર્નિો વિષય બની હતી.જો કે સત્તાવાર કારણ જે કંઈ જાહેર કરાયું હોય પક્ષના જ નવા અને જૂના તેવા બે જૂથ વચ્ચે ચાલતો જૂથવાદ તેમજ પદ મળવાથી વંચિત રહેલા કોઇ અસંતુષ્ટ હરક્ત ન કરી શકે તેવા હેતુથી આ નિર્ણય અમલી કરાયાની પણ મ્યુનિ.વર્તુળોમાં ચચર્િ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application