શાપર-મેટોડા સહિતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

  • November 10, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા તેના સંગ્રહ અને વેચાણ સંદર્ભે જિલ્લા કલેકટર તંત્ર તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે અધિક જિલ્લા કલેકટર એસ.જે.ખાચરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેમાં ઔદ્યોગિક વિસ્તારમાં ફટાકડા ફોડવા અને સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવતી વધારાની જોગવાઈ જાહેર કરી છે.


આ જાહેરનામામાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ , શાપર- વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, મેટોડા જીઆઇડીસી વિસ્તારની ૫૦૦ મીટર ની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી ૧૦૦ મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડી શકાશે નહીં.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારને સાઇલેન્ટ ઝોન ગણીને ત્યાં પણ કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં તેમ જણાવાયું છે.
આ જાહેરનામામાં બીજી મહત્વની જોગવાઈ એ કરવામાં આવી છે કે ઈ કોમર્સ, વેબસાઈટ, ફ્લીપકાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઈ શકશે નહીં કે તેનું વેચાણ નહીં કરી શકે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં , રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.
​​​​​​​
ક્યારે ફટાકડા ફોડવા તે સમય પણ દર વખતે જાહેરનામા પ્રસિદ્ધ કરાતો હોય છે પરંતુ તેની અમલવારી થતી હોતી નથી. એટલું જ નહીં આ સમયગાળાના ભંગ કરવા સંદર્ભે કોઈ કાર્યવાહી પણ ભાગ્ય જ થતી હોય છે. આ જાહેરનામામા જણાવ્યા મુજબ દિવાળી દરમિયાન રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી અને નૂતન વર્ષ ના તહેવાર દરમિયાન રાત્રે ૧૧- ૫૫ થી ૧૨:૩૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application