ભાવનગર એસઓજી પોલીસે ઘોઘા તાલુકાના વાળુકડ ગામ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા શંકાસ્પદ રીતે ઉભેલા શખ્સની તલાસી લેતા દેશી તમંચો અને કાર્ટિસ મળી કુલ રૂપિયા ૧૦,૯૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસ મથકની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ઘોઘા તાલુકાના વાળુકડ ગામ પાસે આવતા મળેલી ચોકસ બાતમીના આધારે એક શખ્સ વાળુકડ ગામમાં આવેલ રોકડીયા હનુમાજી મંદીર પાસે શંકાસ્પદ રીતે ઉભો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસને જાણવા મળ્યા મુજબ તે શખ્સ પાસે દેશી તમંચા જેવું હથિયાર છે. જે બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા શખ્સ હાજર મળી આવ્યો હતો. જેને તુરતજ પકડી એસઓજી પોલીસે તપાસ કરતા પોતાનું નામ લાલજીભાઇ દુલાભાઇ સવાણી (ઉવ.૫૧,રહે.વાળુકડ,તા.ઘોઘા) હોવાનું જણાવેલ હતુ. અને જેની તલાશી લેતા તેની પાસે રહેલ એક કાપડની થેલીમાંથી એક હથીયાર તમંચો તથા ૯ બારા બોરના જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. જે તમંચો તથા કાર્ટીસ પોતાના કબ્જામાં રાખવા કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો કે લાયસન્સ માંગતા પોતાની પાસે કોઇ લાયસન્સ કે પરવાનો નહી હોવાનું જણાવેલ હતું. ત્યારે તમંચો તથા બાર બોરના કાર્ટિસ મળી હતી. જે તમંચો જોતા દેશી બનાવટનો લોખંડ ધાતુની સીંગલ બેરલનો જેમાં કોઇપણ જાતનુ લખાણ કે માર્ક વગરની જેના બટના બંને ભાગ લાકડાની પટ્ટીઓ સ્કુથી ફીટ કરેલ છે. જે તમંચાની ઉપરના ભાગે ધોડો છે. જે તમંચાનું બેરલ ખોલવાનો ધોડો છે. જે ભેરલ ખોલી જોતા ખાલી છે. તેમજ નીચેના ભાગે કેચ છે. જેના દ્વારા તમંચો કોક કરી જોતા ચાલુ હાલતમાં છે. તથા ટ્રીગર છે. જે તમંચાના બેરલની લંબાઇ આશરે છ ઇંચ તથા બટની લંબાઇ આશરે ત્રણ ઇંચ છે. જેનુ કુલ લંબાઇ નવ ઇંચ જેટલી છે. જે તમંચાની કુલ કિંમત ૧૦,૦૦૦ અને કાર્ટિસ રૂપિયા ૯૦૦ મળી કુલ રૂપિયા ૧૦,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી શખ્સ વિરુદ્ધ ફાયર આમ્સ હેઠળ વરતેજ પોલીસમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech