રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા તમે એક બાળકને શિક્ષિત કરશો તો સમાજને એક શિક્ષિત નાગરિક મળશે, યારે તમે એક કન્યાને શિક્ષિત કરશો તો સમાજને એક શિક્ષિત પરિવાર મળશે. વિરનગરના કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય શાળા દ્રારા અભ્યાસથી વંચિત કન્યાઓ માટે રાષ્ટ્ર્રીય શિક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
રાજકોટ જિલ્લ ાના જસદણ તાલુકાના વિરનગર ગામમાં ૨૦૧૬–૧૭માં સ્થપાયેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (કે.જી.બી.વી.) દ્રારા જસદણ અને વિછીંયા તાલુકાના કુલ ૨૫ ગામોમાંથી ૧૫૦ કન્યાઓ અભ્યાસ સાથે આશ્રય મેળવી રહી છે. બે વિશાળ બિલ્ડીંગ, મોટું મેદાન અને રહેવા–જમવાની સુવિધા ધરાવતું આ સરકારી કન્યા છાત્રાલય છે. અહીં વિધાર્થિનીઓ ધો. ૬થી ધો. ૧૨ના અભ્યાસક્રમની સાથેસાથે કમ્પ્યુટર જ્ઞાન, કરાટે તાલીમ, વિવિધ રમતો, જિલ્લ ા કક્ષાએથી માંડી રાજય કક્ષા સુધી વિવિધ સ્પર્ધાઓ, ખેલમહાકુંભ, કલાઉત્સવ અને કલામહાકુંભ વગેરેમાં ભાગ લઈને વિજેતા બની રહી છે.
આ શાળા દ્રારા દીકરીઓમાં રહેલી સુષુ શકિતઓને ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવામાં આવતા રહે છે. આર્થિક, સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓના ભાર તળે શિક્ષણથી વંચિત રહી જતી તણીઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા ઝુંપડપટ્ટી, વાડી વિસ્તાર, અંતરિયાળ વિસ્તારોમાં બ મહોલ્લ ા બેઠક અને સર્વે કરવામાં આવે છે. આમ, આ શાળા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપીને જરિયાતમદં કન્યાઓનો સવાગી વિકાસ કરવા પ્રયાસશીલ છે. ઉલ્લ ેખનીય છે કે, રાજકોટ જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લ ામાં હાલ રાય સરકારની ગ્રાન્ટમાંથી કે.જી.બી.વી. વિરનગર તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કે.જી.બી.વી. વિંછીયા અને જસદણ ખાતે એમ કુલ ૩ કે.જી.બી.વી. કાર્યરત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech