ઓખા મંડળના મીઠાપુરમાં રહેતા કનૈયાભાઈ ઉર્ફે સામરાભાઈ હાથીયા ગત તારીખ 12-10-2024 ના રોજ બપોરના સમયે પોતાનું વાહન રાખીને પોતાના મિત્રો સાથે ચા પીવા માટે ગયા હતા, ત્યારે આરોપી રાહુલ ધનાભાઈ રોશિયાએ ત્યાં જઈને ફરિયાદીને બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકી લીધા હતા. આ પછી ફરિયાદીના એક્ટિવા તથા તેની ડેકીમાં રાખેલા રૂપિયા 5,000 ની લૂંટ ચલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમાં આરોપી રાહુલ ધનાભાઈની અટકાયત બાદ તેના દ્વારા ઓખાની અદાલતમાં જામીન માટેની અરજી કરાતા આ પ્રકરણમાં આરોપી તરફે વિદ્વાન વકીલ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા વિગેરે દ્વારા કરવામાં આવેલી દલીલો સહિતની બાબતોને ધ્યાનમાં લઈને આરોપી રાહુલ ધનાભાઈ સામે અગાઉ 16 જેટલા ગુનાઓ નોંધાયા હોવા છતાં વિવિધ પાસાઓને તપાસી અને એડિશનલ સેશન જજ શ્રી કે.જે. મોદી દ્વારા આરોપીને જામીન મુક્ત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ
January 01, 2025 10:55 AMખંભાળિયાની સગર્ભાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ સારવાર દરમિયાન મૃત્યુ
January 01, 2025 10:52 AMખંભાળિયામાં વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ તેમજ આધારકાર્ડ અપડેટનો કેમ્પ
January 01, 2025 10:50 AMજૂનાગઢમાં બ્રેઇન ડેડ મહિલાના અંગદાનથી નવા વર્ષના આરંભે પાંચ વ્યકિતઓને જીવનદાન
January 01, 2025 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech