રાજયભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત ૨૭ વ્યકિતઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ સેશન્સ કમિટ થયા બાદ અગાઉ આરોપીઓ આસિસ્ટન્ટ ફાયર ઓફિસર અને બે સસ્પેન્ડ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરે કરેલી જામીન અરજીઓ રદ થયા બાદ મનપાની ટાઉન પ્લાનિંગ કારખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ બાલુભાઈ ચૌધરીએ જેલ મુકત થવા કરેલી જામીન અરજી પણ આજે ઉઘડતી અદાલતે સેશન્સ કોર્ટ દ્રારા રદ કરવામાં આવી છે.
રાયભરમાં ભારે ચકચારી ટીઆરપી ગેમઝોન અિકાંડ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તેના બાંધકામમાં પણ અનેક ગેરરીતિઓમાં ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો હત્પકમ હોવા છતાં ટાઉન પ્લાનિંગ શાખાના મદદનીશ ઇજનેર જયદીપ ચૌધરીએ કાયદા વિદ્ધ ઈમ્પેકટ ફી ભરવા યાદીઅશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરો ગૌતમ જોષી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજીઓ રદ થયા બાદ ટાઉન પ્લાનિંગ શાખાના વધુ એક કર્મચારી આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ બાલુભાઈ ચૌધરીએ પણ જેલ મુકત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી અન્વયે ગઈ તારીખ ૧૪ નવેમ્બરે સુનાવણીમાં સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે. પી.પી. નીતેશ કથીરિ અને હતભાગી પરિવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ સહિતનાએ વિગતવાર વાંધા રજુ કરી રજુઆત કરેલ કે હાલના આરોપીનું પ્રથમથી જ એફ.આઈ.આર.માં નામ છે, આ કિસ્સો મેન મેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે, ટી.આર.પી. ગેમ ઝોનમાં રહેલ ગેરકાયદેસર બાંધકામ ૨૦૨૧થી અરજદાર ચાલવા દેતા હતા, ગેમઝોનમાં એકિઝટ ગેઈટ નથી, રહેણાંકની જગ્યા ઉપર કોમર્શિયલ બીઝનેશ ચલાવવા દેવામાં આવેલ હતો. અને વર્ષ દિવસ પહેલા આગની ઘટના ઘટેલ, છતાં લોકોએ જીવ ગુમાવવા પડે તેવા જ્ઞાન સાથે આરોપીએ ગુનો આચરેલ છે. આ તબકકે કોઈ કુદરતી નહી પરંતુ માનવસજીર્ત ટી.આર.પી. ગેમ ઝોન અીકાંડના બનાવમાં ૨૭ લોકોએ આરોપીઓના કારણે જીવ ગુમાવેલા હોય પરીવારના માળા વેરવીખેર થઈ ગયેલ હોય ત્યારે આરોપીની જામીન અરજી નામંજુર કરવી જોઈએ વગેરે
લંબાણ પુર્વકની દલીલો કરવામાં આવ્યા બાદ આજની મુદતે પણ ઉઘડતી અદાલતે દલીલો થયા બાદ એડિશનલ સેશન્સ ડી. એસ. સીંઘે આરોપી ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ બાલુભાઇ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હત્પકમ ફરમાવ્યો છે. આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech