બિનસક્ષમ વ્યકિતઓના નામે પેઢીઓ ઊભી કરી બોગસ દસ્તાવેજોના આધારે કરોડો પિયાની જી.એસ.ટી. ઈનપુટ ટેકસ ક્રેડીટ ગેરકાનુની રીતે મેળવ્યાના કૌભાંડમાં ડીસીબી પોલીસ દ્રારા પકડાયેલા ત્રણ કહેવાતા વેપારીઓ મહેશદાન પ્રભુદાન લાંગા સામેના બે કેસોની અને રેનીશ મનસુખભાઈ ચાંગેલા તથા વનરાજસિંહ બોઘાભાઈ સરવૈયાની રેગ્યુલર જામીન અરજીઓ અધિક સેશન્સ જજ એસ.એ. ગલેરીયાએ ગેરકાયદે અને ગુનાહિત લાભ મેળવ્યાના કારણોસર રદ કરી છે.
આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે, ડી.સી.બી. પો.સ્ટે. સમક્ષ જી.એસ.ટી.ના બે અધિકારીઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢી તથા પરમાર એન્ટરપ્રાઈઝ નામની બીજી પેઢીએ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે રજિસ્ટ્રેશન મેળવી કોઈપણ પ્રકારનો માલ સપ્લાય કર્યા વિના ખોટા બિલો બનાવી વિવિધ પેઢીઓને ઈનપુટ ટેકસ ક્રેડિટ ગેરકાનુની રીતે મેળવવાનું કાવતં રચી મદદગારી કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેની ધરપકડ કરી તપાસ દરમ્યાન જણાયેલ હતું કે, બંને મુળ પેઢીઓના માલિકોએ તબલાવાદક જેવા ગરીબ માણસોના આધાર અને પાનકાર્ડ મેળવી જી.એસ.ટી. હેઠળ રજિસ્ટ્રેશન કરાવી બંને કેસોમાં ૧૫થી વધારે બિલો બનાવી અલગ અલગ પેઢીઓને આપેલ છે, જે દરમ્યાન કોઈ જ માલ વેચાણથી આપવામાં આવેલ નથી. જે પેઢીઓના નામના બિલ બનેલ છે તે પેઢીઓએ બંને મુળ પેઢીઓને ચેકથી કરોડોની રકમ ચુકવેલ છે. ત્યારબાદ આ પેઢીઓએ ઈનપુટ ટેકસ ક્રેડીટ હેઠળ કરોડોની રકમ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ પાસેથી પરત મેળવેલ છે. તપાસ દરમ્યાન જણાયેલ હતું કે બંને મુળ પેઢીઓએ બીજી ૧૫ પેઢીઓને દોઢ વર્ષ દરમ્યાન ફકત એક જ વખત બિલો આપેલ છે. આવા ગંભીર ગુનાની ધોરણસરની કાર્યવાહી બાદ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.
દરમિયાન ત્રણેય આરોપીઓએ જેલમાંથી રેગ્યુલર જામીન પર છૂટવા અરજીઓ કરી હતી, તેમાં આરોપીઓ વતી મધ્યપ્રદેશ હાઇકોર્ટનું જજમેન્ટ ટાંકી રજુઆત કરવામાં આવેલ હતી કે તેઓ સામે ફકત જી.એસ.ટી. કાયદા હેઠળ ફોજદારી કેસ થઈ શકે, જેમાં ૩ વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે, બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાની કલમો લાગુ કરી શકાય નહી, તેથી જામીન મુકત કરવા જોઈએ. તે સામે આરોપી પક્ષે થયેલી દલીલો સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજુઆત કરી જણાવેલ હતું કે હાલના કેસમાં તમામ આરોપીઓ સામે જે હકીકતોના આધારે બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાનો કેસ દાખલ કરવામાં આવેલ છે તે મુજબના તમામ સંજોગો મધ્યપ્રદેશ હાઈકોર્ટ સમક્ષના કેસમાં ન હતા. હાલના કેસમાં માત્ર જીએસટી ચોરી નથી, તમામ આરોપીઓએ કોઈ પણ માલ ખરીદ કરેલ ન હોવા છતા ટ્રાન્સપોર્ટરો અને તેના ટ્રક નંબરો દર્શાવી ખોટા દસ્તાવેજો ઉભા કરેલ છે, તેથી આ બનાવટી દસ્તાવેજોવાળા કેસમાં જી.એસ.ટી. કાયદાની જોગવાઈઓ ઉપરાંત ઈન્ડિયન પિનલ કોડ હેઠળ પણ ફોર્જરીનો ગુનો બનેલ છે. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ એસ. એ. ગલેરીયાએ ત્રણ આરોપીઓની ૪ જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech