બગસરા પાલિકાનો રોજ બરોજ નવો વિવાદ આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હજુ ત્રણ દિવશ પહેલા જ પાલિકા દ્રારા વેરા વધારવામાં આવેલ તેના વિરોધમાં સમસ્ત ગામ સડ બધં પાળી વિરોધ કરવામાં આવ્યો હતો. જયારે ફરી પાલિકાનો નવો વિવાદ ઉભો થયો છે. સારા રસ્તા તોડી નવા બનાવવા માટે પાલિકાએ બીડું ઝડપ્યું હોઈ તેમ શહેરના અનેક સારા રસ્તા તોડી નાખવામાં આવ્યા હતા અને નવા રસ્તા બનાવવા કોન્ટ્રાકટર અને સતાધિશો દ્રારા મિલી ભગતથી લાખો પિયાની ગ્રાન્ટના નામે આવેલ પિયા પોતાના ઘર ભેગા કરવામાં આવતા હોઈ તેવું લાગી રહેલ છે. જયારે શહેરના અનેક રસ્તા હાલમાં બિસ્માર છે તેને તોડી નવા બનાવવામાં નથી આવતા અને જે રસ્તા સારા હોઈ તેને તોડી નવા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરની પોસ્ટ ઓફીસ પાસેનો રસ્તો તોડી નાખવામાં આવતા આ વિસ્તરના રહીશો રોષેે ભરાયા હતા અને તોડવાની કામગીરીને અટકાવવામાં આવી હતી.જયારે વિવેકાનદં સોસાયટીમાં પણ સારા રસ્તા તોડી નાખવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સ મેદાને આવી સારા રસ્તા તોડી નાખવાની કામગીરીને અટકાવવામાં આવી હતી. જયારે શહેરનો ટ્રાવેલ્સ રોડ તેમજ શાક માર્કેટ પાસેનો રોડ એક વર્ષથી બિસ્માર હાલતમાં થઈ ગયો છે પરંતુ આ રોડ પાલિકાના સતાધીશો ને દેખાતો જ નથી.
કર્મચારીઓના પાચ મહિના થી પગાર ચૂકવાવમાં આવેલ નથી અને પેન્શન ધારકોના પણ ચાર મહિનાથી પેન્શન ચૂકવવામાં આવેલ નથી કે પછી સફાઈ કામદારોને પણ ત્રણ મહિનાથી પગાર વિહોણા રાખવામાં આવેલ છે.તો પાલિકા પાસે ગ્રાન્ટ નથી અને સારા રસ્તા તોડી નવા રોડ બનાવવા પિયા છે? જયારે આ બાબતે ચીફ ઓફીસરને પૂછતાં તેમણે જણાવ્યું કે રી–કન્ટ્રકશનની દરખાસ્ત કરવામાં આવેલી છે જેને લઇને રોડ તોડીને નવા બનાવવામાં આવી રહ્યા છે. બગસરા પાલિકાની ભાવનગર આર.સિ.એમ.અને જિલ્લ ા કલેકટર દ્રારા તપાશ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઈમલી' ફેમ મેઘા ચક્રવર્તી 21મીએ લગ્ન કરશે
January 06, 2025 12:21 PMસલમાનની સુરક્ષામાં વધારો, 100 કરોડના ગેલેક્સી એપાર્ટમેન્ટને અપાઈ રહ્યું છે કવચ
January 06, 2025 12:19 PMઅક્ષય કુમારની બહુ ચર્ચિત ફિલ્મ રીલીઝ
January 06, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech