દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનાર સર્કલથી કજુરડા પાટીયાનો કમ્મર તોડી નાખે તેવો ટકાટક રોડ જોવા મળે છે, જે રોડ નવો બનાવવામાં આવ્યો હતો, પણ બે વર્ષની અંદર રોડ સાવ તૂટી ગયો છે અને એમાં ઢગલાબંધ ખાડા પડી ગયા છે, માણસના કમ્મરના મણકા ભાંગી નાખે તેવો રોડ થઇ ગયો છે, આ રોડ 13 કીમીનો છે અને સીંગલ પટ્ટી રોડ છે, આ રોડ ઉપરથી સામેથી વાહન આવતું હોય તો ગાડી સાઇડમાં રાખવી પડે છે, જેથી અકસ્માતનો ભય વધુ રહે છે. તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન પાડે છે.
આ રોડની હાલત એકદમ ગંભીર બનતી જાય છે, જેથી વાહનચાલકો માટે મોતની લટકતી તલવારની માફક અકસ્માતનો ભય ઝઝૂમી રહ્યો છે અને વારંવાર એકસીડન્ટ પણ થાય છે અને વાહનોમાં નુકશાન થાય છે. તે જવાબદરી કોની...? શું લાખો પિયાના રોડની કાંઇ ગેરેંટી નહી હોય ? જો ગેરેંટી હોય તો રોડ પરથી કાકરા નીકળી જાય કે ખાડા પડી જાય અને રોડ ગાયબ થઇ જાય...?
આ રોડ ઢગલો રજૂઆત પછી બનવામાં આવ્યો હતો અને બે જ વર્ષમાં રોડનું પું થઇ ગયું છે, આ રોડ પરથી વાડીનાર, ભરાણા, ટીંબડી, નાના આંબલા, મોટા આંબલા, કજુરડા સહિત સાત ગામો આવેલા છે, જે સાત ગામોના ટુંક સમય પહેલા જ ગ્રામ્ય પંચાયતના લેટર પર કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેથી ગ્રામજનો, વેપારી, શિક્ષકો, મજુર વર્ગ, કોન્ટ્રાક્ટર તેમજ મુસાફરી કરતા લોકો ખુબ જ હેરાન પરેશાન થઇ ગયા છે. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા એરીયામાં સહાયથી વંચિત ભાજપના રાજમાં રસ્તામાં ખાડા કે ખાડામાં પૈસા તેવી લોક ચચર્િ જાગી છે.
આ રોડ વાડીનારથી કજુરડા પાટીયા પહોંચવામાં માત્ર 1પ મીનીટ લાગતી હોય તે જ રોડમાં પોણી કલાક લાગે છે. જો તંત્ર દ્વારા ચકાસણી કરી રોડ બનાવવામાં નહીં આવે તો ગાંધી ચીંઘ્યા માર્ગ પર જવા ગ્રામજનોની ઉગ્ર માંગ છે અને તંત્ર જાગે અને લાજ કાઢવાનો બંધ કરે તેવી લોકચચર્િ જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech