પાકિસ્તાનમાં ફરી બબાલ ! ઈમરાન ખાનના સમર્થકોએ કરી ઈસ્લામાબાદ કૂચ, પ્રશાસન હાઈ એલર્ટ પર

  • August 22, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન ગત વર્ષે મે મહિનાથી જેલમાં છે. તેમના સમર્થકોએ દેશમાં વારંવાર પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું છે. આ કડીમાં ફરી એકવાર ઇમરાન ખાનના હજારો સમર્થકોએ પાકિસ્તાનની સડકો પર ઉતરવાનું નક્કી કર્યું છે.




ભૂતપૂર્વ શાસક પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો આજે ફરીથી ભૂતપૂર્વ વડા પ્રધાનની મુક્તિની માંગ સાથે રસ્તા પર ઉતરશે. જેમાં ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને પંજાબ પ્રાંતમાંથી હજારો પીટીઆઈ સમર્થકો ઈસ્લામાબાદ પહોંચી શકે છે. પીટીઆઈ સમર્થકોએ બપોરે 3 કલાકે રેલી યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે પાકિસ્તાની વહીવટીતંત્રને આશંકા છે કે આ રેલી ગત વર્ષે મે જેવી સ્થિતિ સર્જી શકે છે.




પ્રશાસને જલસા કરવા એનઓસી રદ કરી




ઈમરાન ખાને સ્થાપેલી પાર્ટીને અગાઉ આપવામાં આવેલ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ્દ કરવા છતાં પીટીઆઈએ આજે ​​(ગુરુવારે) સંઘીય રાજધાનીમાં જલસા યોજવાની જાહેરાત કરી છે. એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે કહ્યું કે, સંઘીય રાજધાનીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.




તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય




આ રેલીના આયોજનને ધ્યાનમાં રાખીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ઇસ્લામાબાદ જિલ્લા પ્રશાસને ગુરુવારે તમામ જાહેર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.


રાજકીય સંઘર્ષ એ આપણો બંધારણીય અને કાયદાકીય અધિકાર


બુધવારે એક નિવેદનમાં પીટીઆઈ ઈસ્લામાબાદના અધ્યક્ષ આમિર મુગલે કહ્યું કે જિલ્લા પ્રશાસને નોટિફિકેશન રદ કર્યું છે, પરંતુ અમે જલસાને રદ્દ કર્યો નથી તે રાજકીય સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે આગળ ધપાવવાનો અમારો બંધારણીય અને કાનૂની અધિકાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News