અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા બિહારમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓ તરફથી ભાષણબાજી શ થઈ ગઈ છે. વિવાદાસ્પદ નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે. હવે ગયાના આરજેડી ધારાસભ્ય અજય યાદવ ઉર્ફે રણજીત યાદવે ભાજપ પર પ્રહારો કર્યા છે અને પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. અજય યાદવે કહ્યું કે અમને ડર છે કે અયોધ્યામાં બીજેપી જે ભીડ એકઠી કરી રહી છે તે પોતાના જ લોકો દ્રારા વિસ્ફોટ કરાવશે અને કહેશે કે પાકિસ્તાનના આતંકવાદીઓએ આ કયુ છે. બધું મુસ્લિમ લોકોની ભેટ છે. આવું બની શકે કે ન પણ થાય. પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આપણે લોકો ટેકસના પૈસા ચૂકવીએ છીએ તેઓ તે પૈસા રામ મંદિરમાં લગાવીને વાહવાહી લૂંટી રહ્યા છે. કહે છે કે અમે રામ મંદિર બનાવ્યું, તો શું તમારા ઘરેથી પૈસા આવ્યા?
વિવાદાસ્પદ નિવેદન આપતા આરજેડી ધારાસભ્યએ કહ્યું, પીએમ મોદીના મોટા ભાઈએ પોતે કહ્યું હતું કે તેઓ ઘરની તમામ વસ્તુઓ લઈને ભાગી ગયા છે. તે લોકોના ટેકસના પૈસાથી કહી રહ્યા છે કે અમે રામ મંદિર બનાવ્યું છે. અમે પણ સનાતન ધર્મના છીએ. દેવી–દેવતાઓમાં માનીએ છીએ. આપણે વર્ષેાથી પૂજા કરીએ છીએ તો શું અમે અલગ પડી ગયા? ભાજપમાં જે જોડાયો તે ગંગા સ્નાન કરીને પવિત્ર થયા ,જેણે પોતે પત્નીને ભટકવા છોડી દીધી તે હવે રામમંદિરના નારા લગાવી રહ્યા છે. પ્રાણ પ્રતિા અને તેનું ઉધ્ઘાટન કરશે.
ન્યુયોર્કના ટાઈમ્સ સ્કવેર પર રામમંદિરના સમારોહનું જીવતં પ્રસારણ કરાશે
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે. અમેરિકાના ન્યુયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્કવેર ખાતે પણ તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રા માહિતી અનુસાર, વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસોમાં પણ અભિષેકનું પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસંગે પીએમ મોદી રામ ભકતોને સંબોધિત કરશે. ભાજપે કહ્યું છે કે તે સમગ્ર દેશમાં બૂથ સ્તરે પ્રાણ પ્રતિા સમારોહનું જીવતં પ્રસારણ કરશે. એક અહેવાલ અનુસાર ભાજપના કાર્યકર્તાઓને આ સમારોહના જીવતં પ્રસારણ માટે બૂથ સ્તર પર મોટી સ્ક્રીન લગાવવાની સૂચના આપવામાં આવી છે.
સિંગાપુર–બેંગકોક કરતા પણ અયોધ્યાના ભાડા મોંઘા
અયોધ્યાની લાઈટનું ભાડું ઘણા આંતરરાષ્ટ્ર્રીય ટ કરતા વધુ થઈ ગયું છે. પ્રા અહેવાલ મુજબ, ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના ઉધ્ઘાટન પહેલા પ્રવાસીઓ શહેરમાં આવવા લાગ્યા છે. તેની અસર હવાઈ ભાડા પર પડી રહી છે. રિપોર્ટ અનુસાર, હાલમાં ૧૯ જાન્યુઆરીની મુંબઈથી અયોધ્યાની ટિકિટ ચેક કરવા પર ઈન્ડિગોની એક લાઈટનું ભાડું ૨૦,૭૦૦ પિયા બતાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે ૨૦ જાન્યુઆરીની લાઈટનું ભાડું પણ ૨૦ હજાર પિયાની આસપાસ હોવાનું સામે આવ્યું છે.માત્ર ૧૯ જાન્યુઆરીની મુંબઈથી સિંગાપોરની એર ઈન્ડિયાની સીધી લાઈટનું ભાડું ૧૦,૯૮૭ પિયા છે. એ જ રીતે, ૧૯ જાન્યુઆરીએ મુંબઈથી બેંગકોકની લાઈટનું ભાડું ૧૩,૮૦૦ પિયા છે.
રામભકતોમાં ટેટૂ દોરાવવાનો જબરદસ્ત ક્રેઝ
જેમ જેમ અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેકનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ વાતાવરણ રામમય બની રહ્યું છે. યુવાનો તેમના ટેટૂ કરાવી રહ્યા છે. ભગવાન શ્રી રામનું ટેટૂ કરાવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. અયોધ્યા સમારોહને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો અને મહિલાઓ ભગવાન શ્રી રામના ટેટૂ કરાવે છે. રામ મંદિરના અભિષેકને લઈને ભકિતનો માહોલ સર્જાયો છે. આવી સ્થિતિમાં ટેટૂ પાર્લરમાં એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. દસમાંથી છ લોકો ભગવાન રામના ટેટૂ કરાવે છે. હંમેશા ટ્રેન્ડ રહેતું મહાદેવનું ટેટૂ હવે બીજા સ્થાને આવી ગયું છે. હવે ટેટૂ પ્રેમીઓ ભગવાન રામના ટેટૂને પસદં કરી રહ્યા છે. આ પ્રકારના ટેટૂ બનાવવા માટે લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે.
વડોદરાના ૮૦૦ યુવકો ફલોથી સજાવશે રામ મંદિર
ગુજરાતની સંસ્કાર નગરી તરીકે જાણીતાવડોદરા ના ૮૦૦ યુવકો અયોધ્યામાં રામ મંદિરને ફલોથી શણગારશે સામાજિક કાર્યકર્તા સ્વજેલ વ્યાસના નેતૃત્વમાં ગણપતિ મંડળના અધ્યક્ષ જય ઠાકુરની સાથે ૮૦૦ યુવક ૧૯ જાન્યુઆરીના રોજ વિશેષ ત્રણ ધ્વારા વડોદરાથી અયોધ્યા માટે રવાના થશે ૨૦ જાન્યુ. અયોધ્યા પહોચી ૨૧ જાન્યુઆરીની રાત્રે રામ મંદિરને ફલોથી સજાવવાનું કામ કરશે અને ટ્રેન ધ્વારા ૨૨ જાન્યુઆરીએ વડોદરા પરત ફરશે. ઉલ્લેખનીય છે કે વડોદરાના આ યુવાનોએ અગાઉ કેદારનાથ મંદિરને ફલોનો શણગાર કર્યેા હતો આ અંગે વધુ જણાવતા સ્વજેલ વ્યાસના કહે છે કે મંદિરોને ફલોથી સજાવવાનું કામ અમે સેવા ભાવનાથી કરીએ છીએ ૩ વર્ષ પહેલા રામ મંદિરના શિલાન્યાસ સમયે અમે અયોધ્યા ગયા હતા અને ત્યાં રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહતં નૃત્યગોપાલદાસની તબિયત સારી ન હોવાથી અમે તેમના અનુગામી કમલનયન દાસને મળ્યા અને રામ મંદિરને ફલોનો શણગાર કરવાની ઈચ્છા વ્યકત કરી હતી અને કેદારનાથનો શણગાર પણ બતાવ્યો હતો તે સમયે કમલનયન દાસે અયોધ્યા રામ મંદિરને ફલોથી સજાવવાનું કાર્ય અમને સોપ્યું હતું.
ચેન્નાઈના ચાંદીના વાસણોમાં ભગવાન રામને ૫૬ ભોગ પીરસાશે
અયોધ્યામાં ૨૨ જાન્યુ.એ ભગવાન રામની પ્રાણ પ્રતિાની તૈયારી ચાલી રહી છે દેશના ખૂણે ખૂણેથી ભગવાન શ્રી રામ મતે ફલ નહિ તો ફલની પાંખડી સમજીને કઈક ને કઈક ભેટ મોકલવામાં આવી રહી છે આ અવસર પર ચેન્નઈમાં બનાવાયેલા ચાંદીના વાસણોમાં ભગવાને ૫૬ ભોગ ધરવામાં આવશે. ચેન્નઈના એક જવેલર્સના માલિકે જણાવ્યું કે,ભગવાનના ભોગ માટે ચાંદીના વાસણ અયોધ્યા પહોચી ગયા છે તેને ખાસ ૫૬ ભોગ માટેજ તૈયાર કરવામાં આવ્યા છે. ચેન્નઈ ઉપરાંત મૈસુર, દિલ્હી અને બેંગ્લોરમાં તેને વિશેષ ડીઝાઇનથી તૈયાર કરવામાં આવ્યા છે આ વાસણોને તૈયાર કરવામાં ૧૫ દિવસ નો સમય લાગ્યો. મહત્વનું છે કે આ થાળના દરેક વાસણમાં શ્રી રામ જન્મભૂમી અયોધ્યા લખવામાં આવ્યું છે રામ મંદિરના પદાધિકારી રાજેન્દ્ર સિંહ પંકજ અને સ્વામિનાથને ચાંદીના વાસણોનો ઓર્ડર આપ્યો હતો
સાત રાયોથી ફલો મગાવ્યા
સ્વજેલ વ્યાસનાના જણવ્યા પ્રમાણે રામ મંદિરને સજાવવા માટે સાત રાયો માંથી ૫૦,૦૦૦ કિલો ફલ મંગાવવામાં આવ્યા ૨૫૦ મળી અને ૫૫૦ કાર્યકર્તા સહિત ૮૦૦ લોકોની ટીમ અયોધ્યા જશે મહત્વનું છે કે તમની ટીમ ના સભ્યો ૧૫ દિવસથી અયોધ્ય અને વડોદરા વચ્ચે આવન જાવન કરે છે અયોધ્યા નું મુખ્ય રામ મંદિર ,૨.૭ એકરનું મંદિર પરિસર, રમ્પથ, હનુમાનગઢી, લતા મંગેશકર ચૌક સહીત ૩૨ સ્થળને ફલોથી સજાવવામાં આવશે.
રાજીવ ગાંધીના કારણે રામ મંદિરના તાળાં ખુલ્યા: કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડી
અયોધ્યા મહોત્સવના કારણે રાજકારણ સતત ગરમાયેલું રહે છે ત્યારે કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ રામ મંદિરનો શ્રેય લેવા માટે ભાજપ પર નિશાન સાધ્યું છે. ભાજપ પર પ્રહાર કરતા રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મને રાજકારણમાં લાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે મંદિર ખોલવા માટે પગલાં લીધા હતા. ભાજપના આ લોકો જૂઠા છે. તેમની પાસે બીજું કઈં નથી. કરો પણ જૂઠું અને બોલો પણ જૂઠું.
આસામમાં ૨૨ જાન્યુઆરીએ દારૂનું વેચાણ નહીં થાય: ડ્રાય ડે જાહેર
રામ મંદિરના ઉધ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં આસામ સરકારે મોટો નિર્ણય લીધો છે. અહીં સરકારે ૨૨ જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે જાહેર કર્યેા છે. એટલે કે આ દિવસે રાયમાં દાની દુકાનો બધં રહેશે અને દાના વેચાણ પર પ્રતિબધં રહેશે. આસામના મંત્રી જયતં મલ્લ બઆએ એ આ જાણકારી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech