માંગરોળમાં ભાજપ બસપાના ટેકાથી સત્તાના સૂત્રો સંભાળશે

  • February 20, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માંગરોળ પાલિકામાં કોંગ્રેસ–ભાજપને ૧૫–૧૫ બેઠકોની ટાઈ પડયા બાદ ૪ બેઠકો મેળવનાર બસપાએ અપસેટ સર્યેા છે. જેમાં માંગરોળ નગરપાલિકામાં બહત્પજન સમાજ પાર્ટીના ચાર ઉમેદવારોએ ભાજપને ટેકો આપતા ૨૩ વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપ સુકાન સંભાળશે
જુનાગઢ જિલ્લ ાની છ નગરપાલિકામાંથી પાંચ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો પરંતુ માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૧૫–૧૫ અને બહત્પજન સમાજ પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટાયા હતા બહત્પમતી માટે ૧૯ બેઠક મળી આવશ્યક છે જેથી ગઈકાલે જિલ્લ ા ભાજપ કાર્યાલય ખાતે બહત્પજન સમાજ પાર્ટીના ચારેય ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યેા હતો. અત્રે ઉલ્લ ેખનીય છે કે માંગરોળ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસનું શાસન રહેતું હતું.બહત્પજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો પ્રથમ કોંગ્રેસ ત્યારબાદ ભાજપમાં હતા પરંતુ આ વખતે ટિકિટ ન મળતા બહત્પજન સમાજ પાર્ટીમાંથી લડા હતા અને જીત્યા હતા. ગઈકાલે જિલ્લ ા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ કિરીટભાઈ પટેલ, જિલ્લ ા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર ની ઉપસ્થિતિમાં ચારેય ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યેા છે. ચારેય ઉમેદવારોના જણાવ્યા મુજબ માંગરોળ ના વિકાસ માટે અમે ભાજપને ટેકો જાહેર કર્યેા છે. જેથી જૂનાગઢ જિલ્લ ાની તમામ નગરપાલિકામાં ભાજપ શાસનમાં રહેશે. માંગરોળમાં આવા અપસેટ સર્જાતા રહેતા હોય તેમ ગત પાલિકા બોર્ડમાં ભાજપ–કોંગ્રેસનું સંયુકત શાસન હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application