ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ ની જાહેરાત કરવામાં આવશે જેને લઈને ગઈકાલે મોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. ચાર બેઠકમાંથી એક બેઠક અન્ય રાજ્યની વ્યક્તિને આપવામાં આવશે જ્યારે ત્રણ નામમાંથી એક નામ મહિલાનું ગુજરાતમાંથી આવે તેવા સંકેતો મળી રહ્યા છે.જે બક્ષીપંચ માંથી આવી શકે છે.
ભાજપ્ના ટોચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર 15મી વિધાનસભામાં ભાજપ પાસે ઐતિહાસિક બહુમત હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં ચારે ચાર બેઠકો બિનહરીફ થશે અને છ વર્ષ માટે પ્રતિનિધિત્વ કરશે આ કારણોસર ભાજપ્નું રાષ્ટ્રીય નેતૃત્વ દેશના અન્ય રાજ્યમાંથી ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કયર્િ બાદ સૌથી છેલ્લે ગુજરાતની ચારે બેઠકના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ચાર બેઠકમાંથી એક બેઠક ગુજરાત બહારની કોઈ નેતાને ફાળવવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી કુલ 11 બેઠકો છે.
અત્રે નોંધવું જરૂરી છે કે રાજ્યસભાની બેઠકમાં છેલ્લ ા અઢી દાયકાથી ભાજપ્નું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના કોઈ નેતાને આપે છે.
વિદેશ મંત્રી એસ જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરે છે તેમાં વધુ એક બિન ગુજરાતીનો ઉમેરો થાય તેવા સંકેત મળી રહ્યા છે.
ગઈકાલે મોડી રાત્રે અમિત શાહના નિવાસ્થાને મળેલી બેઠકમાં એક મહિલાને રાજ્યસભામાં લઈ જવા માટે ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ગમે તે ઘડીએ રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત દિલ્હીથી થશે.
અત્રે નોંધવું જરૂરી છે કે ગુજરાત રાજ્યના ચાર સાંસદો ની મુદત પૂરી થતા ચુટણી જાહેર કરવામા આવી હતી.અગાઉ બે બેઠક ભાજપ પાસે અને બે બેઠક કોંગ્રેસ પાસે હતી હવે 156 ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારે ચાર બેઠક પર ભાજપ્નો કબજો રહેશે.કેન્દ્રીય મનસુખ માંડવીયા પુરુષોત્તમ રૂપાલા અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવાની મુદત પૂર્ણ થઈ જતા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતુ.
15 રાજ્યોની 56 રાજયસભાની બેઠકોમા બિહારની છ બેઠકો સિવાય, ગુજરાત, કણર્ટિક ચાર-ચાર, મહારાષ્ટ્રમાં છ, પશ્ચિમ બંગાળ-મધ્ય પ્રદેશમાં પાંચ-પાંચ, ઉત્તર પ્રદેશમાં 10, રાજસ્થાન-ઓડિશા- તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં ત્રણ-ત્રણ અને છત્તીસગઢ-હરિયાણા-હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડમાં એક-એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
અત્રે નોંધવું જરૂરી છે કે ગુજરાત કોંગ્રેસની બહુમત નહીં હોવાના કારણે આ વખતે બે બેઠક ગુમાવી રહ્યું છે અને વિધાનસભામાં સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે કોઈ ઉમેદવાર ઊભા નહીં રાખવા નો નિર્ણય હાઈ કમાન્ડ દ્વારા લેવામાં આવતા આ ચારેય બેઠકો ભાજપ્ના ફાળે જશે અને બિનહરીફ જાહેર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech