પોરબંદર, માણાવદર સહિત વિધાનસભાની પાંચે પાંચ બેઠકમાં ભાજપનો વિજય

  • June 04, 2024 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત લોકસભાની સાથે પાંચ વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી ને મત ગણતરી દરમિયાન પાંચ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.આ તમામ બેઠકો પર ભાજપનો પરચમ યથાવત જોવા મળ્યો છે.પોરબંદર વિધાનસભા બેઠક પર બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર ૧૬૦૯૬ મત મળ્યા છે, યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને ૧૩,૧૮૫૪ મત મળ્યા આથી અર્જુન મોઢવાડિયા ૧૧,૫૭૫૮ મતોની લીડથી જીત્યા છે.
વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને ૫૧,૦૦૧ મત મળ્યાં છે. જેથી આ બેઠક પર ભાજપના ઉમેદવારની ૩૧,૦૧૬ મતના લીડ સાથે ભવ્ય જીત થઈ છે.

ભાજપે ખંભાતમાંથી ૩૮,૩૨૮ની લીડ સાથે જીત મેળવી
ખંભાત વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અહીં ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડા હતા. નોંધનીય છે કે, આ બેઠક પરથી તેમને ૮૮,૪૫૭ મતો સાથે ૩૮,૩૨૮ ની લીડ સાથે જીત મેળવી છે. આ સાથે કોંગ્રેસની વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ પરમારને ૫૦,૧૨૯ મત મળ્યા છે. યારે વિપક્ષના ઉમેદવાર મહિપાલસિંહ ચૌહણને ૧૫,૮૧૬ અને મનુભાઈ વણકરને માત્ર ૮૦૬ મત મળ્યા હતા

વિજાપુર વિધાનસભા પરથી સી.જે ચાવડાની જીત થઈ
વિજાપુર બેઠક પર મતદાન યોજાયું હતું.આ પેટા વિધાનસભા ચૂંટણીમાં સી.જે ચાવડાની જીત થઈ છે. વિજાપુર વિધાનસભા બેઠક પર સી.જે ચાવડાની ભવ્ય જીત થઈ છે. સી.જે ચાવડાની ૫૪ હજાર મતો સાથે જીત થઈ છે. આ બેઠક પર સી.જે ચાવડાને ૧,૦૦,૬૪૧ મતો મળ્યા હતા. યારે સામેલ દિનેશ પટેલને ૪૪,૪૧૩ મત મળ્યા હતા. જેથી આ બેઠક પર સી.જે ચાવડાની ૫૬,૨૨૮ મતાના લીડ સાથે જીત થઈ છે. વાધોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧,૨૧,૨૬૫ મત મળ્યા છે. તો સામે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને ૪૨,૫૦૦ મત મળ્યાં છે. આ સાથે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ૭૮,૭૬૫ મતોથી ભવ્ય જીત છે. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application