જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ૪૪.૩૨ ટકા મતદાન થયા બાદ આજે કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રારંભે પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ ઇવીએમથી મત ગણતરીમાં વોર્ડ નં.૧, ૫, ૯ અને ૧૩ એમ ચાર વોર્ડની શ થયેલી મતગણતરીમાં વોર્ડ નં.૧, ૫ અને ૧૩માં તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતાં ત્યારે વોર્ડ નં.૯માં ભાજપ અને ત્રણ બેઠકો મળી ગયા બાદ સર્જાયેલા અપસેટમાં ભાજપના ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને હરાવી અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતાં. ત્યારબાદ વોર્ડ નં.૨, ૭, ૧૦ અને ૧૫ની મતગણતરી ચાલુ થઇ હતી. નગરપાલિકાની કુલ ૫૨ બેઠકો પૈકી ૪૦ ભાજપ અને ૩ કોંગ્રેસને અને ૧ અપક્ષના ફાળે ગઇ છે. હજુ ત્રણ વોર્ડની બાકી છે.
જુનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણીને લઇ આજે પરિણામનો દિવસ હતો. મહાનગરપાલિકામા ૧૫ વોર્ડ પૈકી ભાજપે વોર્ડ નંબર ૩,૧૪ બે વોર્ડની આઠ બેઠક પર પ્રથમથી જ વિજેતા થઈ લીડ મેળવી હતી. આજે કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ કોલેજ ખાતે વોર્ડ નંબર ૧, ૨, ૪, ૫થી ૮, ૯થી ૧૨,૧૩,૧૫ એમ ૧૩ વોર્ડના ૨૫૧ બુથની મતગણતરીનો પ્રારભં થયો હતો. રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૪.૩૨ ટકા મતદાન થયું હતું. જેમાં ૫૬૪૦૦ પુષો અને ૪૫૧૨૧ ક્રીઓ મળી ૧,૦૧,૫૨૧ મતદારોએ મતદાન કયુ હતું. આજે ચાર ઝોનમાં અલગ અલગ વોર્ડની મતગણતરી કરવામાં આવી હતી. પ્રથમ ૧, ૫, ૯, ૧૩ વોર્ડની બેઠક માટે મતગણતરી શ થઈ હતી. જેમાં ૧, ૫ અને ૧૩ ત્રણેય વોર્ડની બેઠકો ભાજપે અંકે કરી લીધી હતી પરંતુ વોર્ડ નં.૯માં ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને પરાસ્ત કરીને અપક્ષ ઉમેદવાર વિજેતા થતાં અપસેટ સર્જાયો હતો. મતગણતરી સ્થળ પર આઈજી નિલેશ ઝાંઝડીયા, એસપી જાડેજા તથા ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ ૫ પીઆઈ, ૧૨ પીએસઆઇ, ૧૦૪ પોલીસ, ૫૦ હોમગાર્ડ હોમગાર્ડ અને એક એસઆરપીની ટીમ સહીત ૧૭૫થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા.
વોર્ડ નં ૧,૨,૪ માં ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલ, ૫થી૮ માં પુરવઠા અધિકારી રવિભાઈ ઠેશિયા, ૯થી૧૨ મા સ્ટેમ્પ ડુટી અધિકારી ગઢવી તથા ૧૩,૧૫ બે વોર્ડના ચૂંટણી અધિકારી તરીકે નાયબ જિલ્લ ા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા સહિતની ટીમના માર્ગદર્શન હેઠળ ચાર મમા મત ગણતરી શ થઈ હતી. ચારેય ઝોનમાં ૪૫ થી વધુ ટેબલ પર બે બે રાઉન્ડમાં કર્મચારીઓ દ્રારા મતગણતરી કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં ૬૦ બેઠકમાંથી બહત્પમતી માટે ૩૨ બેઠક મેળવવી પડે છે. જેમાંથી આઠ બેઠક પ્રથમથી જ બિનહરીફ થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech