રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૬માં સંતકબીર રોડ ઉપર ઘરવિહોણા ગરીબોને ઘરનું ઘર આપવા માટે નિર્માણ કરાયેલી ગોકુલનગર આવાસ યોજનામાં પરિવારજનોના નામે કવાર્ટર્સ મેળવી લેવા માટે કથિત કૌભાંડ આચર્યાનો જેમના ઉપર આક્ષેપ થયો છે તેવા વોર્ડ નં.૫ના ભારતીય જનતા પાર્ટીના કોર્પેારેટર દેવુબેન મનસુખભાઇ જાદવ અને વોર્ડ નં.૫ના ભારતીય જનતા પાર્ટીના કોર્પેારેટર વજીબેન કવાભાઇ ગોલતરને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ શો–કોઝ નોટિસ ફટકારી ૪૮ કલાકમાં આ મામલે ખુલાસો રજૂ કરવા તાકીદ કરી છે અને બન્ને કોર્પેારેટર તરફથી લેખિત ખુલાસો મળ્યા બાદ તે પ્રદેશ ભાજપને મોકલાશે અને ત્યાંથી માર્ગદર્શન મેળવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
વિશેષમાં આ અંગે મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ભાજપના બન્ને મહિલા કોર્પેારેટરોના પતિદેવોએ કથિત કૌભાંડ આચર્યાના આક્ષેપો થતા ભારતીય જનતા પાર્ટીની પ્રતિાને નુકસાન થઇ રહ્યાનું જણાતા ગઇકાલે જ ત્વરિત નિર્ણય લઇને દેવુબેન જાદવ પાસે પક્ષના આદેશથી રાજીનામું લખાવી લઇને તેમની પાસેથી લિગલ કમિટીનું ચેરપર્સન પદ છીનવી લેવામાં આવ્યું હતું, અલબત્ત આ પ્રાથમિક કાર્યવાહી હતી હજુ આગામી દિવસોમાં પક્ષ સ્તરેથી વધુ આકરા શિક્ષાત્મક પગલાં તોળાઇ રહ્યા હોવાના નિર્દેશો મળી રહ્યા છે. આજે બપોરેવબન્ને કોર્પેારેટરને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે આગામી ૪૮ કલાકમાં બન્ને તરફથી લેખિત ખુલાસાનો પ્રત્યુતર મળે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અલબત્ત યાં સુધી આ કથિત કૌભાંડની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બન્ને કોર્પેારેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ઉપર તથા પક્ષના અને સરકારી કાર્યક્રમોમાં આવવા ઉપર તેમજ પક્ષના પ્રવાસ કાર્યક્રમોમાં જોડાવા ઉપર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ પ્રદેશના આદેશથી મુકેલો પ્રતિબધં યથાવત રહેશે.ફકત રાજકોટ મહાપાલિકા જ નહીં પરંતુ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયેલા આ મામલે બન્ને કોર્પેારેટર સામે શું કાર્યવાહી થશે તે મામલે ભારે ચર્ચા જાગી છે, જો કે ઉપરોકત મામલો સામે આવ્યા બાદ બન્ને કોર્પેારેટર અને તેમના પતિદેવો કચેરીમાં કે સામાજિક કાર્યકમોમાં પણ નજરે પડતા નહીં હોવાની ચર્ચા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech