જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવજં અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી અને જિલ્લા– તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને તે સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શ કરી દેવામાં આવી છે.
પ્રદેશ ભાજપ દ્રારા તમામ નગરપાલિકા વિસ્તારોમાં નિરીક્ષકોને મોકલીને ચૂંટણી લડવા માગતા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા શ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ઉપલેટા ભાયાવદર જેતપુર ધોરાજી અને જસદણ નગરપાલિકાની ચૂંટણીઓ યોજવાની હોવાથી આજે આ તમામ નગરપાલિકા વિસ્તારમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સની પ્રક્રિયા શ કરવામાં આવી છે અને દાવેદારો પાસે ફોર્મ ભરાવીને અરજી લેવામાં આવી રહી છે. ભાજપે રાજકોટ જિલ્લામાં પ્રદેશ નિરીક્ષકો તરીકે કિસાન મોરચાના રાષ્ટ્ર્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી દેવભૂમિ દ્રારકા જિલ્લાના પ્રભારી અને પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી અલકાબેન મોદી અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ડોકટર પ્રધુમનભાઈ વાજા સહિતનાઓની નિમણૂક કરી છે. જેતપુર નગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે ઉમદેવારી કરવા ઇચ્છતા હોય તેમણે દાવેદારી માટે આજે બપોરે ૩ થી સાંજ ના ૬ સમયે પ્રદેશ દ્રારા નિયુકત પ્રતિનિધિઓ લેઉવા પટેલ સમાજ ભવન ધોરાજી રોડ સ્થળે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપલેટા નગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે ઉમદેવારી કરવા ઇચ્છતા હોય તેમણે ૨ વાગ્યા થી ૦૫:૦૦ સુધી પ્રદેશ દ્રારા નિયુકત પ્રતિનિધિઓ સમક્ષ ઉપલેટામાં સાંસદ સભ્યના કાર્યાલયમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધોરાજી નગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે ઈચ્છુક ઉમેદવાર ઉમદેવારી કરવા ઇચ્છતા હોય તેમણે સવારે ૯થી ૧૨ના બપોર સમયે પ્રદેશ દ્રારા નિયુકત પ્રતિનિધિઓ લોહાણા મહાજન સમાજ વાડી જૂનાગઢ રોડ ખાતે આવ્યા હતા અને રજૂઆતો સાંભળી હતી.
જસદણ નગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે ઈચ્છુક ઉમેદવાર ઉમદેવારી કરવા ઇચ્છતા હોય તેમણે ધારાસભ્ય નું કાર્યાલય કમળાપુર રોડ ખાતે રજૂઆત કરી ફોર્મ રજૂ કર્યા હતા.
ભાયાવદર નગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે ઈચ્છુક ઉમેદવાર ઉમદેવારી કરવા ઇચ્છતા હોય તેમણે સાંજે ૬થી ૯ સમયે પ્રદેશ દ્રારા નિયુકત પ્રતિનિધિઓ લોહાણા મહાજન વાડી મેઈન બજાર. સ્થળે પધારશે તો ઇચ્છુક દાવેદારોએ સ્થાનિક મંડળ પ્રમુખ પાસે થી ઉમેદવારી નોધવવા માટે નું પરિચય પત્રક ફોમ મેળવી લેવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech