ગાંધીનગરમાં સીએમ–સીઆરની હાજરીમાં ભાજપનું મેરેથોન મનોમંથન

  • June 17, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ૨૦૨૪ ના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રીજી વખત દેશની ધુરા સંભાળી છે ગુજરાત સહિત દેશમાં અનેક રાયોમાં ભાજપે તેના નિર્ધારક લયાંક ને પહોંચી વળવા સફળતા મળી નથી હવે દરેક રાયમાં આ માટે મનોમંથન બેઠકો શ કરવામાં આવી છે જેના ભાગપે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં આખા દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે લોકસભા અને વિધાનસભા પરિણામોનું ભાજપ વિશ્લેષણ કરશે આખો દિવસ ચાલનારી બેઠકમાં દરેક ચૂંટાયેલા અને હારેલા ઉમેદવારો સાથે વન–ટુ–વન ચર્ચા થશે આગામી ઓકટોબર મહિનામા સ્થાનિક સ્વરાયની ચૂંટણી માટે અત્યારથી કામે લાગી જવા સુચના આપવામા આવી છે.
ઓબીસી અનામત અંગે વિલબં કરવાથી હાઇકોર્ટની ફટકાર બાદ થયેલી કાર્યવાહીના લીધે છેલ્લા દસ બાર મહિનાથી બે જિલ્લા પંચાયત, ૧૦તાલુકા પંચાયત અને ૭૨ નગરપાલિકાઓની ચુટણીને લઇ મનોમંથન શરૂ કરવામા આવ્યું છે. આગામી ઓકટોબર મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી વખતે ઊભા થયેલા ક્ષત્રિય આંદોલનની અસર થઈ શકે તેમ છે. નગરપાલિકાઓ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નવરાત્રી બાદ યોજાય તેવી શકયતા છે. આ ચૂંટણીઓમાં મત વિસ્તારો ખૂબ જ નાના બન્યા હોવાથી નવા પ્રમુખની વરણી પણ કરવી પડે એમ છે. ત્યારે ભાજપ આ બે મોટા ટાસ્કને પાર પાડવા અત્યારથી સ થશે એ વાત નકકી છે.
રાષ્ટ્ર્રીય સ્તરે ભાજપ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અબ કી બાર ફીર મોદી સરકાર અને ૪૦૦ પારના નારા સાથે લોકસભા ચૂંટણી જંગમાં ઉતર્યેા હતો. ગુજરાતમાં ભાજપની ગણતરી ખોટી પડી છે. ગુજરાતમાં ભાજપ તમામ ૨૬ બેઠકો જીતવાથી એક બેઠક ચૂકયુ છે. બનાસકાંઠા બેઠક ૫૨ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટાયા છે અને ભાજપના રેખાબેન ચૌધરીને નજીવા ૩૦ હજાર જેટલા મતથી હારનો સામનો કરવો પડો છે. પરંતુ પાટણ, જામનગર, ભચ, સાબરકાંઠા જેવી બેઠકો ૫૨ પણ વત્તા ઓછા અંશે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ થઇ હતી. આને કારણે લીડમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે.
ભાજપ પ્રમુખ પાટીલે તમામ બેઠકો પાંચ લાંખની લીડથી જીતવાનો લયાંક કાર્યકરો સમક્ષ મૂકયો હતો અને તે મુજબ રણનીતિ માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. આમ છતાંય તેને પાર પાડવામાં સફળ થયા નથી એટલે પાટીલે આ અપયશ પોતાના શીરે લીધો છે.
ગત શનિવારે નવસારી–સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે, મારામાં કયાંક ચુક રહી ગઇ હશે એટલે આ હારની જવાબદારી મારી છે. જોકે, હવે આ હાર અને નબળાં દેખાવ અંગે સોમવારે મંત્રીનિવાસ ખાતે યોજાનાર બેઠકમાં કેવી માહિતી રજૂ થાય છે અને તેના પર કેવુ વિશ્લેષણ થશે તેના પર સૌની નજર છે.
ભાજપના જ સૂત્રો કહે છે કે, છેલ્લ ા કેટલાક સમયથી પક્ષના થઇ રહેલા કોંગ્રેસીકરણના લીધે અનેક કાર્યકરો, જૂના કાર્યકરોમાં ભારોભાર નારાજગી પ્રવર્તતી હતી. એમાં આ ચૂંટણી વખતે ભાજપે અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાને હાંકી કાઢા હતા, એમને પણ હારતોરા કરીને પાછા બોલાવ્યા છે.        
ભાજપ દ્રારા ચૂંટણી પરિણામો બાદ દરેક જિલ્લ ાઓમાંથી રિવ્યુ રિપોર્ટ મગાવાયો હતો. આ રિવ્યુ રિપોર્ટ તેમજ દરેક બેઠકના ઉમેદવારોને પણ વન ટુ વન કઇં કહેવું હોય તો કહેવા માટે તક આપવામાં આવશે. જોકે, હવે આ બેઠક પછી કેવા પગલાં લેવાશે તે પણ જોવું રહ્યું. આમ આજે મુખ્યમંત્રી નિવાસ્થાને શ થયેલી બેઠક પૂર્ણ થયા પછી આગામી સાહ દરમિયાન શું નિર્ણયો આવે છે તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application