રાજકોટ, કચ્છ, જૂનાગઢ, ભાવનગર સહિત 16 બેઠકમાં ભાજપે ફોર્મ ભર્યા

  • April 16, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવામાં ગઈકાલે ભાજપે 6 બેઠક પર ઉમેદવારી પત્રો રજૂ કયર્િ પછી આજે વધુ 16 બેઠકમાં ભાજપે ફોર્મ ભયર્િ છે. આ 16 બેઠકમાં રાજકોટ કચ્છ જૂનાગઢ ભાવનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ પશ્ચિમ આણંદ ખેડા દાહોદ વડોદરા છોટાઉદેપુર બારડોલી અને સુરત બેઠકનો સમાવેશ થાય છે.

કચ્છમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક પર વિનોદભાઈ લક્ષ્મણસિંહ ચાવડાએ ફોર્મ ભર્યું હતું ત્યારે ભાજપ્ના પ્રદેશ પ્રમુખ પાટીલ હાજર રહ્યા હતા.

રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા એ ફોર્મ ભર્યું ત્યારે કુંવરજીભાઈ બાવળીયા ભાનુબેન બાબરીયા ભરતભાઈ બોઘરા મહેન્દ્રસિંહ સરવૈયા મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમાએ ફોર્મ ભર્યું ત્યારે મંત્રી મુળુભાઈ બેરા પ્રશાંત કોરાટ વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા વગેરે હાજર રહ્યા હતા. ભાવનગરમાં મનસુખભાઈ માંડવીયા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભારતીબેન શિયાળ બ્રિજેશભાઈ મેરજા વગેરેની હાજરીમાં નિમુબેન બાંભણિયાએ ફોર્મ ભર્યું છે. બનાસકાંઠામાં ભાજપ્ના રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ દર્શનાબેન જરદોશ, અર્જુન મુંડા હાજર રહ્યા હતા. આવી જ રીતે પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ પશ્ચિમ ખેડા દાહોદ વડોદરા છોટાઉદેપુર બારડોલી અને સુરતમાં જ્યારે ફોર્મ ભરાયા ત્યારે ભાજપ્ના આગેવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ નીતિનભાઈ પટેલ ઋષિકેશભાઇ પટેલ નરહરી અમીન ગોરધનભાઈ ઝડફિયા બચુભાઈ ખાબડ કુબેરભાઈ ડીંડોર વગેરે હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application