ગુજરાતમાં જાણે નકલીની ભરમાર હોય એવું લાગી રહ્યું છે. નકલી સરકારી કચેરી, નકલી ઘી, નકલી ટોલનાકા, નકલી જજ બાદ હવે અમદાવાદમાં નકલી દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી લડયાનું કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ભાજપના મુસ્લિમ કોર્પોરેટર દ્વારા હિન્દુ નામ ધારણ કરી દસ્તાવેજો ખોટા રજૂ કરી ચૂંટણી લડી હતી. આ સમગ્ર મામલે હવે કોર્ટ દ્વારા ફરિયાદ નોંધવા આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગે આજે સાંજે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ હિમંતસિંહ પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રવક્તા ડૉ.મનીષ દોશી, અમદાવાદ શહેર લીગલ સેલના કન્વીનર યુ.ડી. શેખાવત, નવરંગપુરા વોર્ડનાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ નામ કર્યું ધારણ
વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમા નવરંગપુરા વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર નીરવ કવિની જીત થઈ હતી ત્યાર બાદ કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જય પટેલ દ્વારા આ જીતને પડકારવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે નીરવ કવિ મુસ્લિમ છે. આ મામલામાં 4 વર્ષ ચાલેલી પ્રક્રિયામાં કોર્ટ દ્વારા નિરવ કવિ સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
દસ્તાવેજ ખોટા રજૂ કર્યા
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નવરંગપુરા વોર્ડ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીરવ જગદીશ કવી તેમણે ઉમેદવારી ફોર્મ તા. ૫/૨/૨૦૨૧ના રોજ ભરેલું તેમાં તેમની જન્મ તારીખ ૧૧/૧૧/૧૯૭૭ દર્શાવેલ હતી જે ખોટી જન્મ તારીખ છે. તેમની સાચી જન્મ તારીખ ૧/૬/૧૯૭૫ ની છે. નીરવ કવીની સાચી જન્મ તારીખના આધારે મુસ્લમાન રાજ કવી મિર છે. જેથી તે સાચી હકિકત મતદારો સમક્ષ ના આવે તેવા બદ હેતુથી અને સાચા પુરાવા રેકર્ડ ઉપર ના આવે તેવા બદ ઈરાદાથી ખોટી જન્મ તારીખ લખાવી તેના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવેલ હતા.
ફરિયાદ નોંધવા આદેશ
મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં નિરવ કવિની સાચી જન્મ તારીખ 1/6/1975 સાચી છે તે સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનું જનરલ રજીસ્ટરના રેકર્ડ સાથે કોર્ટમાં જુબાની આપી હતી અને જન્મ તારીખ 1/6/1975 છે તે સાબિત કરી હતી, તેમ છતાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ્દ કરી કરી હતી. જેથી અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં નંબર 16/2023થી ક્રિમીનલ રીવીઝન દાખલ કરી હતી. બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ સેસન્સ જજ એમ.પી. પુરોહિતે 21-10-2024ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ્દ કરી ભાજપના કોર્પોરેટર નિરવ કવિ સામે IPCની કલમ 191, 192, 193, 196, 414, 420 મુજબ 2721/2021 નંબરનો ગુનો દાખલ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech