રાજકારણની ચરમસીમા: શાસકપક્ષના કાર્યાલય મંત્રી જયતં ઠાકરની અંતિમયાત્રામાં ભાજપના કોર્પેારેટરો ન જોડાય

  • February 08, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાહેર જીવન અને રાજકારણમાં કયારેક વફાદારી, નિા અને શિષ્ટ્રાચાર સજા સમાન બની જતાં હોય છે. દરમિયાન આવો જ એક કિસ્સો ગઇકાલે બન્યો હતો જેમાં રાજકોટ મહાપાલિકામાં શાસકપક્ષ ભાજપના કાર્યાલય મંત્રી તરીકે છેલ્લા એક દાયકાથી ફરજ બજાવતા જયંતભાઇ ઠાકર (ઉ.વ.૬૫)નું દુ:ખદ અવસાન થતાં તેમની અંતિમયાત્રા તેમના કોઠારિયા રોડ, હુડકો કવાર્ટર્સ સ્થિત નિવાસસ્થાનેથી નીકળી હતી પરંતુ તેમાં ભાજપના કુલ ૬૮માંથી ૮ કોર્પેારેટરો પણ જોડાયા ન હતાં તેમજ બ્રહ્મસમાજના આગેવાનો પણ કયાંય જોવા મળ્યા ન હતાં.

જયંતભાઇ ઠાકરની અંતિમયાત્રામાં સ્મશાનગૃહ સુધી ગયા હોય તેવા આગેવાનોમાં મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનિષભાઇ રાડીયા, વોર્ડ નં.૧૭ના કોર્પેારેટર કિર્તીબા રાણા, શહેર ભાજપના ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, શિક્ષણ સમિતીના ચેરમેન વિક્રમભાઇ પુજારા, ભાજપ અગ્રણી દશરથભાઇ વાળા, સી.ટી.પટેલ, જીજ્ઞેશ જોશી, ઉદય સેવા સમિતીના તેજસ ત્રિવેદી અને રાજેશ મહેતા સહિતના આંગળીને વેઢે ગણી શકાય તેટલા ભાજપના આગેવાનો અને કોંગ્રેસ પક્ષમાંથી એકમાત્ર પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર સદગતની અંતિમ યાત્રામાં જોડાયા હતાં.
૬૫ વર્ષની વયે અવસાન પામેલા જયંતભાઇ ઠાકર ૪૦ વર્ષની સુદીર્ઘ રાજકિય કારકિર્દી ધરાવતા હતાં તેમજ બ્રહ્મસમાજમાં પણ ખુબ સક્રિય હતાં અને સમસ્ત સૌરાષ્ટ્ર્ર–કચ્છ બ્રહ્મસમાજના પ્રવકતાપદે કાર્યરત હતાં. તેમણે ૩૦ વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા આપી હતી અને છેલ્લા ૧૦ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને કાર્યાલય મંત્રી તરીકે કાર્યરત હતાં. સાંપ્રત સમયનું રાજકારણ કેટલી હદે તકવાદી અને તકલાદી બની ગયું છે તેનું ઉદાહરણ લઇએ તો જયંતભાઇ ઠાકરને અંતિમ વિદાયનો પ્રસગં તેમાં ટાંકી શકાય. ૩૦ વર્ષ તેમણે કોંગ્રેસમાં કામ કયુંર્ તેમ છતાં કોંગ્રેસીઓ પણ તેમને અંતિમ વિદાય આપવા માટે આવ્યા ન હતાં. ૧૦ વર્ષથી ભાજપમાં કાર્યરત હતાં પરંતુ તેમની અંતિમયાત્રામાં ભાજપના ૧૦ કોર્પેારેટર પણ આવ્યા ન હતાં. બ્રહ્મસમાજના તમામ કાર્યક્રમોમાં તેઓ સક્રિય રહેતા હતાં તેમ છતાં સમાજના આગેવાનો પણ પરિવારને આશ્ર્વાસન આપવા આવ્યા ન હતાં. આવું કેમ બન્યું તે બાબત ચર્ચાનો વિષય બની છે. સદગતનું બેસણું આવતીકાલે તા.૯ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬, બાલા હનુમાન આશ્રમ, હુડકો ચોકડીથી આગળ, કોઠારિયા મેઇન રોડ ખાતે રાખવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application