નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર પાટીલે ફોર્મ ભરવાનું છેલ્લી ઘડીએ ટાળ્યું: કાલે ભરશે

  • April 18, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ છે. આજે નવસારીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ભવ્ય રોડ શો અને શકિત પ્રદર્શન સાથે લોકસભાનું ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા .આ રેલીમાં જંગી જન મેદની ઉમટી હતી. પરંતુ છેલ્લ ી ઘડીએ ફોર્મ ભરવાનું ટાળ્યું હતું.

લુન્સીકુઈ થી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચી હતી. સાડી અને સાફામાં સ મહિલા કાર્યકર્તાઓએ રગં જમાવ્યો હતો એમાય. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહેતા જનમેદની વધી હતી આવા કારણોસર તેઓ ફોર્મ ભરવાનું વિજય મુહર્ત ચૂકી જતા તેઓ ફોર્મ ભર્યા વગર જ પાછા ફર્યા હતા. હવે તેઓ આવતીકાલે ૧૯મી તારીખે ફોર્મ ભરવા માટે જશે.

નવસારીમાં હજારો સમર્થકો સાથે સી.આર પાટીલ ફોર્મ ભરવા નીકળ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપના અન્ય નેતાઓ પણ હાજર હતા. ભાજપે શકિત પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી. એવામાં સી.આર પાટીલ ૧૨.૩૯ મિનિટના વિજય મુહર્ત સુધીમાં ફોર્મ ભરવા કલેકટર કચેરી પહોંચી શકયા નહોતા. ફોર્મ ભરવા માટેનું મુહર્ત નીકળી જતા આખરે પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.
બીજી બાજુ આવતીકાલે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના છે અત્યાર સુધી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ સી આર પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી સહિત મહાનુભાવો કેન્દ્રીય મંત્રી અમિત શાહના ઉમેદવારી વખતે ઉપસ્થિત રહેવાના હતા પરંતુ આવતીકાલે સી આર પાટીલ ઉમેદવારી નોંધાવવાના હોવાથી હવે કોણ કયાં હાજર રહેશે તે નક્કી થતું નથી હાલના સંજોગોમાં જોઈએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્વાભાવિક રીતે ગાંધીનગર ખાતે હાજરી આપે તેમ માનવામાં આવી રહ્યું છે. આ માટે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application