પાંચ બેઠકો પર ટફ ફાઈટ પછી ભાજપ આગળ

  • June 04, 2024 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની અગાઉની બે ચૂંટણીમાં તમામ ૨૬માંથી ૨૬ બેઠકો પર વિજય મેળવનાર ભાજપ આ વખતે પણ વિજયની હેટિ્રક મારશે તેવા તારણો એકિઝટ પોલમાં અનેક ચેનલોએ વ્યકત કર્યા હતા પરંતુ આજે સવારે ૮ વાગ્યાથી ગુજરાતમાં ૨૬ કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ છે અને સવારે ૧૦–૩૦ વાગ્યા સુધીમાં મળેલા ટ્રેન્ડ મુજબ ગુજરાતની ૨૫માંથી ૫ જેટલી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ભાજપને બરાબરની ટક્કર આપી રહ્યા છે.
જે પાંચ જેટલી બેઠકોમાં રાઉન્ડ વાઈઝ લીડનો તફાવત સતત ઉપર–નીચે જઈ રહ્યો છે તેવી બેઠકોમાં જૂનાગઢ, જામનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા બેઠકનો સમાવેશ થાય છે.

ચાર ઝોનમાં ગુજરાતને વિભાજીત કરીને પરિણામના પ્રારંભિક ટ્રેન્ડનું એનાલિસીસ કરીએ તો દક્ષિત અને મધ્ય ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપનો દબદબો નબળો પડો હોય તેવું જણાઈ રહ્યું છે.ચૂંટણી પહેલા 'અબકી બાર ૪૦૦ કે પાર' અને દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડની વાતો ભાજપ દ્રારા કરવામાં આવતી હતી. પરંતુ, આ બન્નેમાંથી એકપણ વાત સાકાર થશે કે કેમ તે સમગ્ર ચિત્ર સાંજ સુધીમાં મળી જશે. અત્યારે તો સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અમિતભાઈ શાહ ગાંધીનગરની બેઠક પરથી તોતીંગ લીડ સાથે આગળ વધી રહ્યા છે. પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાએ અને રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ૧ લાખથી વધુની લીડ પાંચ રાઉન્ડના અંતે પ્રા કરી લીધી છે.  લોકસભાની સાથો સાથ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચુંટણી પણ તા.૭ મેના રોજ યોજવામાં આવી હતી. આજે તેની મતગણતરી કરવામાં આવી ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા, વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વીજાપુરમાં ચતુરસિંહ ચાવડા, માણાવદરમાં અરવિંદભાઈ લાડાણી, ખંભાતમાં ચિરાગ પટેલ આગળ છે.

જૂનાગઢની બેઠક પર અનેક વિરોધ પછી પણ અને ડો.ચગના અપમૃત્યુ પ્રકરણના બનાવ પછી પણ ભાજપે આ બેઠક પર વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપી હતી. પરંતુ લોકમિજાજ તેમની વિરુદ્ધમાં રહ્યો હોવાનું પ્રથમ ચાર રાઉન્ડની મતગણતરીના ટ્રેન્ડ પરથી જણાઈ રહ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવા ભાજપના ઉમેદવાર કરતાં ૧૪ હજાર જેટલા મતથી આગળ છે.બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વચ્ચે કાંટે કી ટક્કર જેવું પ્રારંભિક ટ્રેન્ડમાં જણાઈ રહ્યું છે. એક તબક્કે પાંચ હજારથી વધુ લીડથી આગળ રહેલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની લીડ પાંચમાં અને છઠ્ઠા રાઉન્ડમાં ઘટીને ૫૦૦ મત આસપાસ રહી હતી. રાઉન્ડ વાઈઝ વધ–ઘટનો આ સિલસિલો સતત ચાલુ છે અને તેના કારણે પરિણામ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે.

ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આ બેઠક પર કોંગ્રેસને વધુ આશા અને અપેક્ષા હતી અને તેના કારણે પ્રિયંકા ગાંધીની જાહેરસભા અને રોડ–શો જેવા કાર્યક્રમો અહીં યોજાયા હતા.પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને ભાજપના ભરતસિંહ ડાભી વચ્ચે કાંટે કી ટક્કર જેવો જગં ખેલાઈ રહ્યો છે દરેક રાઉન્ડના અંતે લીડનો તફાવત વધ–ઘટ મોટા પ્રમાણમાં થાય છે. અહીં કોંગ્રેસ જીતશે કે ભાજપ તે છેલ્લ ા રાઉન્ડ સુધી રસપ્રદ બની રહે તેવું જણાઈ છે. પાટણની આ બેઠક પર કોંગ્રેસે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને ધો.૧૦ સુધીનો અભ્યાસ ધરાવતા ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.  લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા પછી ભાજપે વડોદરા અને સાબરકાંઠાની બેઠક પર પોતાના ઉમેદવારો બદલ્યા હતા. કાર્યકરોના વિરોધ પછી ભાજપે આ બેઠક પર મુળ કોંગ્રેસનું ગૌત્ર ધરાવતા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ટીકીટ આપી હતી અને તેનો પણ કાર્યકરોમાં છેલ્લ ે સુધી વિરોધ થયો હતો. યારે કોંગ્રેસે આ બેઠક પર ડો.તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. પ્રારંભિક ટ્રેન્ડમાં તુષાર ચૌધરી ચાર રાઉન્ડના અંતે ૮ હજાર મતથી આગળ છે. એમબીબીએસ સુધીનો અભ્યાસ ધરાવતા ડો.તુષાર ચૌધરી ૫૯ વર્ષની વયના છે. વ્યારા અને ખેડબ્રહ્મા બેઠક પર ધારાસભ્ય રહી ચૂકયા છે. કેન્દ્રીય મંત્રી તરીકે પણ તેઓ જવાબદારી સંભાળી ચૂકયા છે.


પોરબંદરમાં માંડવિયાએ શરૂઆતમાં પાછળ રહ્યા બાદ જંગી લીડ મેળવી
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સામે આયાતી ઉમેદવારના પ્રચારના આક્ષેપો પછી પણ આ બેઠક પર મનસુખભાઇ માંડવીયા પ્રથમ ચાર રાઉન્ડની મતગણતરીના અંતે કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ વસોયા કરતાં ૫૦ હજારથી પણ વધુ મતથી આગળ છે. પોરબંદરમાં લોકસભાની સાથોસાથ ધારાસભાની પેટા ચુંટણી પણ યોજાઈ હતી અને તેની મતગણતરીમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં ભળી ચૂંટણી લડી રહેલા અર્જુનભાઈ મોઢવાડિયા પણ આગળ છે.પોરબંદરની આ ચૂંટણીમાં કોંગ્રેસે ધારાસભ્ય લલીતભાઈ વસોયાને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા. અમિત શાહની જામકંડોરણાની મુલાકાત પહેલાનું અને ત્યાર પછીનું સમગ્ર ચિત્ર પોરબંદર લોકસભા બેઠકમાં બદલાઈ ગયું હોવાનું રાજકીય નિરીક્ષકો જણાવી રહ્યા છે.


અમિત શાહ લાખોની લીડ સાથે આગળ પાટીલને પ્રારંભિક ટ્ર્રેન્ડમાં પાતળી લીડ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને આજે મતગણતરીમાં પ્રથમ ચાર રાઉન્ડમાં જ અમિતભાઈ શાહ દોઢ લાખથી વધુ મતની લીડ સાથે આગળ વધી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે વ્યવસાયે આકિર્ટેકટ સોનલબેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ અમિતભાઈ શાહના બુલડોઝર સામે તે ખાસ સારો દેખાવ કરી શકયા નથી.દરેક બેઠક પર ઓછામાં ઓછી પાંચ લાખની લીડ મળવી જોઈએ તેવી શરૂઆતમાં વાત કરનાર અને ત્યારબાદ વિધાનસભા વિસ્તાર દીઠ ઓછામાં ઓછી એક લાખની લીડનો ભાજપના કાર્યકરોને ટાર્ગેટ આપનાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવસારીમાં ચાર રાઉન્ડના અંતે ૩૮ હજાર મતથી આગળ છે.પાંચ લાખ મતની લીડનો ટાર્ગેટ તે પોતાની બેઠક પર સિધ્ધ કરી શકે છે કે નહીં તે પરિણામના અંતે જાણવા મળી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application