સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રી નિવાસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે બીજી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે પહેલા તારીખ ૩૦મીએ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.૨૧૮૭ બેઠકો માટે ૮,૦૦૦થી વધુ લોકોએ ટિકિટ માંગી છે. વિવિધ પાસાઓ ના અભ્યાસના અંતે ટિકિટ ફાળવણી કરવામાં આવશે.
જૂનાગઢ મ્યુનિસપલ કોર્પેારેશન, ૬૮ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની સામાન્ય તેમજ અન્ય સંસ્થાઓની પેટા ચૂંટણીઓમાં ફોર્મ ભરવાના બીજા દિવસે માત્ર ૩૩ જ ફોર્મ ભરાયા છે. ભાજપમાં ઉમેદવારો પસંદગી– સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં ૨૧૮૭ બેઠકો સામે ૮ હજારથી વધારે કાર્યકરોએ ટિકિટો માંગી છે. ભાજપમાં આંતરીક દાવેદારી બાદ આજે બપોરે ચારેક કલાકથી મુખ્યમંત્રી નિવાસ્થાન પર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામ પર પરામર્શ કરવામાં આવશે.
ઉમેદવારી પત્ર ભરવા માટેની અંતિમ તારીખ બીજી ફેબ્રુઆરી હોવાથી ભાજપ ઉમેદવારોની યાદી ૩૦મી જાન્યુઆરીએ જાહેર કરશે. આથી, ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે છેલ્લ ા બે જ દિવસ મળશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સૌથી પહેલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પેારેશનના ઉમેદવારોના નામો નક્કી થશે. ત્યારબાદ અ–વર્ગની નગરપાલિકા, પછી બ વર્ગ એમ ઉતરતા ક્રમે આવતી પાલિકાઓ, તાલુકા પંચાયતોમાં ભાજપના ઉમેદવારોની પસંદગી થશે. સંભવત: ગુવારની સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામો જાહેર થશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે એક બેઠક માટે અનેક દાવેદારો હોવાથી તમામ પાસાઓના રિપોર્ટ આધારે ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
અહીં નોંધવું જરી છે કે ૨૭% ઓબીસી અનામત ની જાહેરાત બાદ પ્રથમ સ્થાનિક સ્વરાયની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની બાબતો ધ્યાન પર લેવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીેલ સહિત ના આગેવાનો આજની બેઠકમાં હાજરી આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech