ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું પ્રારભં ૧૯ મી ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે તે પૂર્વે આવતીકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળી રહી છે આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં વિધાનસભા પક્ષો દ્રારા અનુશાસનને લઈને અઢી લાઈનની વ્હીપ જારી કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે ૧૯ ફેબુઆરી થી ૨૮ માર્ચ સુધી મળવાનું છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્રારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લ ાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે.
વિધાનસભા ગૃહની અંદર ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે તો સચિવાલય સંકુલમાં પણ સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં પાસ વગર કોઈને પણ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. સત્રને લઈ શહેરના પ્રવેશદ્રારો ઉપર પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
ગાંધીનગરમાં સત્ર દરમિયાન સ્વૈચ્છિક સામાજિક સંગઠનોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાની માંગણી લઈને ગાંધીનગરમાં રેલી ધરણા ના કરે તે માટે પોલીસ દ્રારા ખાસ નજર રાખવામાં આવનાર છે. જે માટે સત્યાગ્રહ છાવણીની સાથે શહેરના મુખ્ય સર્કલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે ગાંધીનગર પોલીસ દ્રારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે ૬ ડીવાયએસપી, ૧૦ પોલીસ ઇન્સ્પેકટર,૩૫ સબ ઇન્સ્પેકટર તેમજ ૬૬૦થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવશે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે. તે પૂર્વે આજે તમામ પોલીસ કર્મચારીઓને પોતાના પોઈન્ટ સંભાળી લેવા ગાંધીનગર એસપી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે અને મોક ડ્રીલ પણ હાથ ધરવામાં આવશે.
બિન સત્તાવાર સુત્રો માંથી મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં આ વિધાનસભા પક્ષની આખરી બેઠક હશે. તેમના અનુગામી તરીકે હવે કોણ આવે છે તે જોવું રહ્યું સ્થાનિક સ્વરાયની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે ગમે તે ઘડીએ નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech