બીસીઆઇના આકરા નિયમો: સરકારી– ગ્રાન્ટેડ ૨૮ લો કોલેજ બધં થાય તેવી ભીતિ

  • February 10, 2025 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રત્યેક લો કોલેજોમાં ઓછામાં ઓછા એક આચાર્ય અને આઠ અધ્યાપકો હોવા જોઈએ તથા રીન્યુઅલ માટેની ફી દર ત્રણ વર્ષે સાડા ત્રણ લાખ જેટલી વધારવાના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા નિયમના કારણે રાયની ૨૮ જેટલી ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજોના ભવિષ્ય પર ખતરો ઊભો થયો છે. સરકાર તરફથી વધારાનો સ્ટાફ ફાળવવામાં આવતો નથી અને રીન્યુઅલ ફી વધારવાના નિર્ણયની અમલવારી માટે કોલેજોને વધારાની ગ્રાન્ટ આપવી જોઈએ તે આપતી ન હોવાથી આવી કોલેજોનો મૃત્યુ ઘટં વાગી જાય તેવી નોબત આવી છે.
સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના આચાર્યેા અને સંગઠન દ્રારા થોડા સમય પહેલા આ મામલે અમદાવાદ સાયન્સ સીટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ અને કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ બંનેની હાજરીમાં આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સરકારે વધારાનો સ્ટાફ ફાળવવો જોઈએ અને વધારાની ગ્રાન્ટ આપવી જોઈએ તેવી માગણી કરવામાં આવી હતી અને સાથોસાથ જણાવવામાં આવ્યું હતું કે જો આમ ન થઈ શકે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને તેના નિયમોમાં ગ્રાન્ટેડ તથા સરકારી કોલેજોને રાહત મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
રીન્યુઅલ માટે અરજી નહીં કરનાર લો કોલેજોને વાર્ષિક . ૨,૦૦,૦૦૦ મુજબ દડં કરવામાં આવે છે. પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો પાસે રિન્યુઅલ અરજીના પૈસા ભરવા ગ્રાન્ટ ન હોવાથી અરજી કરતા નથી અને દંડની રકમ વર્ષેા વર્ષ વધતી જાય છે. આ ઉપરાંત દરેક કોલેજમાં દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ સુધીના પુસ્તકોની ખરીદી કરીને લાઇબ્રેરીમાં વસાવવાનું પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ફરજિયાત બનાવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કડક નિયમોના કારણે ચાલુ શૈક્ષણિક વર્ષમાં આ ૨૮ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રથમ સેમેસ્ટરમાં એક પણ એડમિશન થયા નથી. જો હવે સરકાર દ્રારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને રજૂઆત કરીને કોઈ નિવેડો નહીં લાવવામાં આવે તો આવી કોલેજો બધં થવાની શકયતા નકારાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application