ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેનો ચાર્જ સંભાળી લીધો છે. તેમનું કામ તેમ ઇન્ડીયાના શ્રીલંકા પ્રવાસથી શરૂ થઈ ગયું છે. તેમના નેતૃત્વમાં આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. હવે સવાલ એ છે કે ગૌતમ ગંભીરે આ બધા માટે BCCI પાસેથી કેટલા પૈસા લીધા છે? ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે જોડાવા માટે તેણે કેટલી સેલેરી મળવાની છે? ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું પેકેજ શું હશે? જો રિપોર્ટ્સનું માનીએ તો ગૌતમ ગંભીર પર કરવામાં આવેલ ખર્ચ જાણીને ચોંકી જશો.
ગૌતમ ગંભીરને કેટલો પગાર મળશે?
આખરે ગૌતમ ગંભીરને BCCI કેટલો પગાર આપી રહ્યું છે? ગૌતમ ગંભીરને બીસીસીઆઈ તરફથી મળતો વાર્ષિક પગાર 12 કરોડ રૂપિયા છે. વર્ષના 12 કરોડ એટલે કે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે દર મહિને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.
શ્રીલંકાના 16 દિવસના પ્રવાસ પર કેટલા પૈસા ખર્ચવા મળશે?
રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ ગંભીરની વાર્ષિક સેલેરી 12 કરોડ રૂપિયા જ નથી, આ સિવાય તેને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. આવી સવલતોમાં સૌથી મહત્ત્વનું છે વિદેશ પ્રવાસ પર મળતું દૈનિક ભથ્થું. આ રકમ 21000 રૂપિયા છે. ગૌતમ ગંભીર 22 જુલાઈએ ભારતીય ટીમ સાથે શ્રીલંકા પહોંચ્યો હતો અને 7 ઓગસ્ટ સુધી ત્યાં રહેશે. હવે આ પ્રમાણે ગૌતમ ગંભીરને શ્રીલંકા પ્રવાસ પર 16 દિવસ માટે આપવામાં આવેલ કુલ ભથ્થું 336000 રૂપિયા છે.
ગંભીરને આ બે સુવિધાઓ પણ મળશે
પગાર અને ભથ્થા ઉપરાંત ગૌતમ ગંભીરને વધુ બે સુવિધાઓ મળશે. આમાંથી એક બિઝનેસ ક્લાસમાં મુસાફરી અને બીજી ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા છે. ગંભીર શ્રીલંકામાં આ તમામ સુવિધાઓનો આનંદ માણી રહ્યો છે. જ્યાં ટીમ ઈન્ડિયા તેના કોચિંગ હેઠળ વ્હાઇટ બોલ સિરીઝ રમવા જઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech