શહેરના મવડી મેઇન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ મારૂતિનંદન સોસાયટી પાસેથી એલસીબી ઝોન-2 ની ટીમે 25 બોટલ દારૂ સાથે બીબીએના વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. વિદ્યાર્થી મોજશોખ પૂરા કરવા માટે અભ્યાસની સાથે દારૂનો વેપલો કરતો હોવાનું માલુમ પડ્યું છે. દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર એચ ઝાલાની રાહબરી હેઠળ એએસઆઈ જે.વી.ગોહિલ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે મવડી મેઇન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ મારૂતિનંદન સોસાયટી શેરી નંબર 3 બાપાસીતારામ મઢુલી પાસેથી એક શખસને દારૂની 24 બોટલ સાથે ઝડપી લીધો હતો પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ મુકુંદ મહેશભાઈ કવા(ઉ.વ 19 રહે. સુદામા હાઇટ્સ, મવડી) હોવાનું માલુમ પડ્યું હતું.પોલીસે આ શખસ પાસેથી 25 બોટલ દારૂ કિ. રૂ 6,480 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મુકુંદ શહેરની હરિવંદના કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે.તે મોજશોખ પૂરા કરવા માટે અભ્યાસની સાથે દારૂનો વેપલો કરતો હોવાનું માલુમ પડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી
January 15, 2025 10:57 AMજિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઝોમેટો નિફટીમાં સામેલ થશે
January 15, 2025 10:55 AM૧૦ વર્ષમાં હવામાન સંબંધિત ઉપકરણોની સંખ્યા બમણી, ૩ દિવસ અગાઉ મળશે સચોટ માહિતી
January 15, 2025 10:55 AMમકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ધ્રોલના મોટા વાગુદળ ખાતે વિતરણ
January 15, 2025 10:54 AMકાઉન્સેલિંગના નામે ૧૫ વર્ષમાં ૫૦ વિધાર્થિની પર દુષ્કર્મ, મનોવિજ્ઞાની જ હવસખોર નિકળ્યો
January 15, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech