આલિયા ભટ્ટે ફેમિલી સાથે સ્પેન્ડ કર્યો ક્વોલિટી ટાઇમ, તસ્વીરો વાઈરલ
આલિયા ભટ્ટની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. આલિયા ભટ્ટ અને પરિવાર સાથે મુંબઇના બ્રાન્દ્રામાં સ્પોટ થઇ હતી. આ સમયે સાસુ-વહુ વચ્ચે ગજબનું બોન્ડિંગ જોવા મળ્યુ હતુ.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફરી મુંબઇમાં સ્પોટ થઇ. આલિયા ભટ્ટને બ્રાન્દ્રા વિસ્તારમાં પૈપરાઝીએ કેમેરામાં કેદ કરી. આ દરમિયાન આલિયા ભટ્ટની સાથે ફેમિલી મેમ્બર્સ પણ જોવા મળ્યા. આલિયાની સાથે એની માતા સોની રાજદાન, બહેન શાહીન ભટ્ટ અને સાસુ નીતુ કપૂર સ્પોટ થયા હતા. આલિયા પોતાના ફેમિલી મેમ્બર્સની સાથે લંચ માટે ગઇ હતી. આલિયાને જોતા ફેન્સ પણ નજીક આવી ગયા અને ખુશ થઇ ગયા હતા. લંચ સમયે આલિયાન ફેમિલી મેમ્બરનું બોન્ડિંગ જોરદાર જોવા મળ્યુ
આલિયા ભટ્ટના ડ્રેસિંગની વાત કરીએ તો એક્ટ્રેસ જીન્સ અને ટીશર્ટની સાથે શર્ટ પહેર્યો હતો. આ સમયે આલિયાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે શર્ટના બટન ખુલ્લા રાખ્યા હતા. આ ખુલ્લા શર્ટના બટન અને ઓપન હેર આલિયાના લુકમાં ચાર ચાંદ લગાવે છે.અને સાથે હાથમાં મસ્ત બ્રાન્ડેડ પર્સ લીધુ હતુ. આ સાથે ગોગલ્સ પહેરીને આલિયાએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. આમ, આ સમયે ફેન્સે આલિયાને જોતાની સાથે એમને ઘેરી લીધા હતા. ફેન્સ આલિયાને જોઇને ખુશ થઇ ગયા અને સ્માઇલ આપી.
આલિયા ભટ્ટની સાથે માતા નીતુ કપૂર પણ નજરે પડી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ અને નીતુ કપૂરની વચ્ચે ગજબનું બોન્ડિંગ જોવા મળ્યુ હતુ. આલિયા અને નીતુ કપૂર એટલે કે સાસુ-વહુને બહુ સારું બોન્ડિંગ હશે એ તસવીર પરથી કહીએ તો એમાં કંઇ ખોટુ નથી.
આલિયા ભટ્ટ અને એના ફેમિલી મેમ્બર્સની આ તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરો લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આમ, વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ સામાન્ય રીતે કોઇને કોઇ જગ્યાએ સ્પોટ થતી રહેતી હોય છે. દરેક જગ્યાએ આલિયા અલગ અંદાજમાં જોવા મળતી હોય છે. આલિયાને જોતાની સાથે પૈપરાઝી એની તસવીરો ક્લિક કરવા લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech