જેતપુરમાં આવારા તત્વો બેફામ...જાહેરમાં યુવાનને માર્યો માર, CCTV  થયાં વાયરલ

  • January 17, 2023 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ મારા-મારીની ઘટના સતત વધી રહી છે. ત્યારે વધુ એક મારા-મારીનો મામલો સામે આવ્યો છે. આ બનાવ જેતપુર નવાગઢનો છે. આ ઘટનાનો CCTV વિડીયો પણ સામે આવ્યો છે.CCTV વિડિયો નાજાવાળાપરા વિસ્તારનો હોય તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. આ CCTVમાં  છ થી સાત યુવાનો યુવકને બેફામ રીતે માર મારી રહ્યા છે. આ જોઇને સ્થાનિક યુવકે તેને બચાવ્યો અને પોતાના ઘરમાં તેને સ્થાન આપ્યું. આ વાયરલ વિડિયો મકરસંક્રાંતિની રાતનો છે. ભોગ બનનાર વ્યક્તિનું નામ  સુનિલ ચદુંભાઈ રાઠોડ છે. પીડીતને હાલ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ  સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application