૭મી જાન્યુઆરીથી રાજકોટ ખાતે આયોજિત ચાર દિવસીય એકસ્પોમાં ૪૫ જેટલી કેટેગરીમાં ૧૧૦૦ જેટલા પ્રસ્થાપિત એકમો દ્રારા જુદી જુદી પ્રોડકટનું નિદર્શન સહ વેચાણ થવા જઈ રહ્યું છે. જેમાં દેશ–વિદેશના ૧૦ લાખથી વધુ વિઝીટર્સ મુલાકાત લેશે તેમ એકસ્પો અંગે માહિતી આપતા ગગજીભાઈએ જણાવ્યું છે. જીપીબીએસના પ્રમુખ હંસરાજભાઈ ગજેરા એજીપીબીએસ એકસ્પો પ્રદર્શનના મુખ્ય આકર્ષણ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, અહીં એશિયાની સૌથી મોટી ટાઈલ્સ જોવા મળશે. રાજકોટ ખાતે નિર્માણ થનાર સૌથરી ઉંચા ૪૦ માળનું બિલ્ડિંગ પ્રમોસન, કૃષિ ક્ષેત્રના વિકાસનો પુરાવો આપતું હાઈડ્રો ટ્રાન્સમિશન ટેકનોલોજી યુકત ઓટોમેટિક ગેર વગરનું ટ્રેકટર, એક સાથે ૧૫૦ મણ મગફળી સાફ કરી આપતું ડિસ્ટોર્નર અને ૨૦૦ મીટર ઉંડી માઈન્સમાંથી પાણી કાઢી આપતો ૨૦૦ ર્હેા પાવનો સ્ટેનલેસ સ્ટીલનો પમ્પ પણ જોવા મળશે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે લગભગ બધા ક્ષેત્રોને આ એકસ્પોમાં આવરી લેવાયા છે.
૫૦ જેટલા સ્યાર્ટઅપસને ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેઓ તેમના ઈન્વેન્શન થકી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ઉધોગ સાહસિક તરીકે પ્રસ્થાપિત કરી શકે. માત્ર એટલું જ નહીં નારી શકિતને ઉજાગર કરવા હેન્ડીક્રાફટ, હાર્ડવેર, કિચન વેર, એલઈડી લાઈટસ ઈલેકટ્રોનિકસ ગુડસ, ફડ એન્ડ એવરજીસ, ફડ મશીનરીઝ, બુટિક એયુકેશન, હેલ્થ કેર, લાઈફ કેર પ્રોડકટસ, ઈવેન્ટ પ્લાનર, ઈમિગ્રેશન સહિત વિવિધ ક્ષેત્રે સંકળાયેલી મહિલા સાહસિકોને ૫૦ ટકા કિંમતે સ્ટોલ ફાળવવામાં આવ્યા હોવાનું હંસરાજભાઈ ગૌરવ સાથે જણાવે છે.
હંસરાજભાઈએ વિશેેષ માહિતી આપતા જણાવ્યું છે કે, ડોમ બીસીડીએફમાં ૪૫થી વધુ કેટેગરીના ઉધોગકારોની પ્રોડકટસનું વેચાણ, બી–ટુ–બી મીટ, ઉધોગ વિકાસ માટે માર્ગદર્શક સેમિનાર, ઉધોગકારોને એવોર્ડ પુરસ્કાર તેમજ રોજરાત્રે મનોરંજન અર્થે મ્યુઝિક બેન્ડ, હસાયરો, સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોમાં મુખ્ય આકર્ષણરૂપ ભવ્ય એન્ટ્રી ગેઈટ–લાઈવ પાણીના ફર્લેા સાથે સરદાર સરોવર ડેમ પ્રતિકૃતિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ સરદાર વલ્લ ભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા મળશે. એમએસએમ ઈ ઉધોગ સાથે સંકળાયેલા ઉધોગકારો ઉપરાંત આઈટી તેમજ કૃષિ ક્ષેત્ર સહિતના ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા માટે જુની જુદી કેટેગરીના ઉધોગ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે.
સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયા, જીપીબ્રીએસ પ્રમુખ હંસરાજભાઈ ગજેરા, સરદારધામના માનદમંત્રી બી.કે.પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, જીપીબીએસ, સલાહંકાર મૌલેષભાઈ ઉકાણી, જીપીબીએસ કન્વીનર નિલેશભા, જેતપરિયા, જીપીબીએસ સહ કન્વીનર નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઈવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહિત સમગ્ર આયોજક ટીમે અનુરોધ કર્યેા છે.
એકસ્પો પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ
– એશિયાની સૌથી મોટી ટાઈલ્સનું નિદર્શન
– રાજકોટમાં નિર્માણ પામનાર સૌથી ઉંચુ ૪૦ માળના બિલ્ડિંગની ઝાંખી
– હાઈડ્રો ટ્રાન્સમિશન ટેકનોલોજીયુકત ઓટોમેટિક ગેર વગરનું ટ્રેકટર
– એક સાથે ૧૫૦ મણ મગપળી સાફ કરી આપતું ડિસ્ટોર્નર
– ૨૦૦ મીટર ઉંડે માઈન્સમાંથી પારી કાઢી આપતો સ્ટેનલેસ સ્ટીલનો પંપ
મુખ્ય આકર્ષણ
– ભવ્ય એન્ટ્રી ગેઈટ–સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિકૃતિ.
એકસ્પો વ્યવસ્થાપન
– ૨૫ એકરમાં ૫ ડોમ એકિઝબિશનના મુખ્ય ડોમ, કોન્ફરન્સ, મિટિંગ હોલ, કાફેટેરિયા
– જરૂરિયાતમદં લોકો માટે એકસ્પોમાં ફરવા માટે દસ ગોલ્ફ કાર્ટનું આયોજન
– પ્રસાધન માટે છ જેટલા પાકા યુનિટ યુરિનલ–શૌચાલય
– ૨૦૦થી વધુ સફાઈ શ્રમિકો દ્રારા એકસ્પોમાં નિયમિત સ્વચ્છતા, સફાઈ
– ૨૦૦૦થી વધુ લોકો એક સાથે ભોજન લઈ શકે તે પ્રકારની રિફ્રેશમેન્ટની વ્યવસ્થા
– એક સાથે ૧૦ હજાર જેટલી કાર પાર્ક થઈ શકે તે પ્રકારે ગ્રાઉન્ડ વ્યવસ્થા
– કોઈપણ પ્રકારની મેડિકલ ઈમર્જન્સી અર્થે મીની હોસ્પિટલ અને આઈસીયુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech