ઓસ્ટ્રેલિયાનું વહીવટી તંત્ર ભારતીય વિદ્યાર્થીઓના વિઝા જાણીજોઈને રીજેક્ટ કરી નાખે છે એવા આક્ષેપો વધી રહ્યા છે તેના જવાબમાં ભારત ખાતેના ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશ્નર ફિલિપ ગ્રીને જણાવ્યું કે સ્ટુડન્ટની અરજીઓ રિજેક્ટ કરવામાં આવે છે તે વાતમાં દમ નથી. તેમણે દાવો કર્યો કે ઓસ્ટ્રેલિયાને વિદેશી સ્ટુડન્ટ્સની જરૂર છે, પરંતુ તે ખરેખર ભણવા માટે આવતા હોવા જોઈએ.
ઓસ્ટ્રેલિયન વિઝાના રિજેક્શનનો દર વધ્યો છે તેવી વાત તેમણે ફગાવી દીધી છે. તેના બદલે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશ્નરે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સારા સ્ટુડન્ટ જ અમારે ત્યાં એડમિશન મેળવે. ભારતીય સ્ટુડન્ટ પોતાના પ્લાન અંગે ફેરવિચારણા કરી રહ્યા છે તેવી વાતો વિશે ઓસ્ટ્રેલિયન ઓફિસરે સ્પષ્ટતા કરી કે વિઝા રિજેક્શન વધ્યું છે તે વાત ખોટી છે. આંકડા કંઈક અલગ જ કહે છે.
ફિલિપ ગ્રીને જણાવ્યું કે ચાલુ વર્ષે વિઝા રિજેક્શનની સંખ્યા ગયા વર્ષ જેટલી જ છે. તેથી ભારતીયોના વિઝા વધારે રિજેક્ટ થાય છે તેમ કહી શકાય નહીં. બીજા કેટલાક દેશોએ પોતાને ત્યાં આવતા સ્ટુડન્ટની સંખ્યા પર લિમિટ મૂકી છે, પરંતુ તેનાથી વિપરીત ઓસ્ટ્રેલિયાએ આવી કોઈ લિમિટ લાદી નથી. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા હંમેશાથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને આકર્ષવા માટે પ્રયાસ કરતો દેશ છે અને આ બાબતમાં તે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થવામાં કોઈ ઉછાળો નથી આવ્યો. મેં મારી જાતે આ આંકડા જોયા છે અને તે ગયા વર્ષના આંકડા જેટલા જ છે. ઓસ્ટ્રેલિયા તમામ વિદેશી સ્ટુડન્ટ્સને આવકારે છે, પરંતુ તેમને ભણવામાં રસ હોવો જોઈએ. તેમણે પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન લેવું જોઈએ અને તેઓ જે કોર્સ પસંદ કરે તે તેમની પસંદગી મુજબ હોવા જોઈએ. તેનાથી એક પોઝિટિવ એજ્યુકેશનલ વાતાવરણ સર્જાશે. તેમણે કહ્યું કે એજ્યુકેશનમાં ઉચ્ચ ધોરણો જાળવી રાખવા જરૂરી છે. સિલેક્શન પ્રોસેસ એવી હોવી જોઈએ જેથી સ્ટુડન્ટ અને ઓસ્ટ્રેલિયાની એજ્યુકેશન સિસ્ટમ બંનેને ફાયદો થાય.
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બની ગયા છે તે હકીકત છે. તેના કારણે ઘણાને એવું લાગે છે કે રિજેક્શનનો દર વધ્યો છે. ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ માટે અંગ્રેજીની ટેસ્ટ વધુ ટફ બનાવી છે. તેથી ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાની અરજી કરવી હોય તો માં 6ની જગ્યાએ 6.5 સ્કોરની જરૂર પડશે. જે લોકો સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરે છે તેમણે ઓછામાં ઓછો 6 સ્કોર કરવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝેરી ગેસ ઉત્સર્જન મધ્યમ રહ્યું તો ૨૦૫૭ સુધીમાં ભારતનું તાપમાન ૧.૫ ડિગ્રી વધશે
November 18, 2024 02:58 PMભારતમાં સ્માર્ટફોનની નિકાસ ઓકટોબરમાં રેકોર્ડ બ્રેક ૨ બિલિયન ડોલરને વટાવી ગઈ
November 18, 2024 02:56 PMપહેલા વીકએન્ડમાં જ ફ્લોપ 'કંગુવા', સૂર્યા-બોબી દેઓલની ફિલ્મ હિન્દીમાં પણ ન કરી શકી કમાલ
November 18, 2024 02:56 PMએમ્બ્યુલન્સનો રસ્તો રોકવા બદલ કારચાલકને રૂા.૨.૫૦ લાખનો દંડ
November 18, 2024 02:55 PMમહારાષ્ટ્રમાં નેતાજીનું સ્વાગત: હાર પહેરાવતાની સાથે જ તણખા નીકળતા નેતાજીના વાળ બળી ગયા
November 18, 2024 02:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech