જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે રાજકોટ જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થની હેરફેર અટકાવવા માટે પોલીસ પ્રયત્નશીલ હોય તેવામાં ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ.એ.પારગીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઇ દાફડા અને વિરરાજભાઇ ધાધલને મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના આંબરડી ગામ પાસેથી નરેશ લાલભાઇ ઠાકોર(ઉ.વ ૨૬ રહે. મોરીદડ ગામની સીમમાં તા. કલાવાડ,મૂળ સુબાપુરા જી.પાટણ) અને અજુ ભુદરભાઇ માવરીયા(ઉ.વ ૬૫ રહે. જેતપુર બાયપાસ જુનાગઢ રોડ, કાળુભાઇ પાંભરની વાડીમાં જેતપુર, મૂળ વાઘપુરા તા. સમી.જી.પાટણ) ને ઝડપી લઇ તેમની પાસેથી રૂ.૧૫,૨૦૦ ની કિંમતનો ૧ કિલો ૫૨૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે ગાંજાનો આ જથ્થો અને ત્રણ મોબાઇલ ફોન તથા બાઇક સહિત કુલ રૂ.૮૦,૨૦૦ નો મુદામાલ કબજે કરી બંને આરોપી સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડના મોરીદડ ગામે રહેતો નરેશ અને અહીં જેતપુર પંથકમાં રહેતો અજુ બંને માસા-ભત્રીજા હોય બંને જમીન ભાગમાં રાખી ખેતીકામ કરે છે.નરેશ તેના માસાને ગાંજો આપવા આવતો હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપી ગાંજો કોની પાસેથી લાવ્યો હતો? બંને નશાના બંધાણી હોવાથી ગાંજો સાથે રાખ્યો હતો કે બંને મળી ગાંજાનો વેપલો કરતા હતા સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં એએસઓજીના એએસઆઇ સંજયભાઇ નીરજંની,અતુલભાઇ ડાભી,હેડ કોન્સ. વિજયભાઇ વેગડ, મયુરભાઇ વીરડા,શિવરાજભાઇ ખાચર,કોન્સ. વિજયગીરી ગૌસ્વામી, ચીરાગ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, વિપુલભાઇ ગોહિલ, અને અમુભાઇ વીરડા સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech