ઉડતા પંખી પાડવામાં પણ માહીર એવી છાપ ધરાવતી રાજકોટ શહેર પોલીસની ચોકકસ ટીમો કે ચોકકસ જવાનો સવાર પડયે એક જ મીશન સાથેથી નીકળી પડતા હોય તેવી જુની રીતરીસમો ફરી ધમધોકાર ચાલુ થઈ હોય તે રીતે શિકારની શોધમાં રહેલી અને પાવર ધરાવતી એક બ્રાંચમાં કામ કરતી ત્રિપુટીએ કણકોટ રોડ પર કિંમતી ઓડી કાર દારૂ સાથે પકડીને ૧૫ 'પેટી'માં લાખેણા વહીવટ સાથે પતાવટ કરી લીધી હોવાની વાત ધંધાર્થી આલમ અને સંકડાયેલા ચોકકસ વ્યકિતઓમાં ચર્ચાએ ચડી છે.
દારૂ, જુગાર અને હવે વધારાનું ક્રાઈમ ગણાતું જીએસટીનું કામ પણ પોલીસ માટે નામ અને દામ આપનારૂ બની ગયાની છાપ છે. ચોકકસ બ્રાંચની ચોકકસ ટીમો ખાસ–ખાસ કામ શોધવામાં રત્ત રહેતી હોય છે. આવી જ એક ત્રિપુટી કે જે પાવરમાં રહેલી બ્રાંચમાં છે. આ ત્રણ નામધારી ત્રિપુટી ગત સાહે ત્રણ દિવસ પુર્વે સમીસાંજે કણકોટ રોડ પર હતી. આ ત્રિપુટીને અંગત માહિતી હશે તે રીતે કારની વોચમાં હતી. ઓડી કાર આવી ચડતા તેને અટકાવાઈ હતી. કારમાં પ્રિમીયમ કવોલીટીનો વિદેશી દારૂ હોવાનો પણ ત્રિપુટીને અગાઉથી જ અંદેશો મળેલો હશે.
કારની તલાશી લેતાં જ કાર ચાલક સીધો સરન્ડર થઈ ગયો અને અંદરથી મોંઘી કિંમતની વિદેશી દારૂની આશરે ૨૦ પેટી ભરેલી હતીની વાત છે. દારૂ મળતા જ ભાવતું હતું એ મુજબ આ ત્રિપુટી દ્રારા પોલીસની ટ્રીક અજમાવવાનું ચાલુ કરી દેવાયું હતું. કાર ચાલક પાસેથી મળેલી વિગત અને તેના મોબાઈલના આધારે માલ મોકલનાર સપ્લાયરનો સંપર્ક થયો છે. કાર ચાલકે જ પોલીસ પડી હોવાની સપ્લાયર માલીકને વિગતો આપી હશે અને ત્યાર બાદ ગોઠવણ થઈ હોવાની વાત છે.
કહેવાય છે કે, પોલીસે ટેવ મુજબ આરંભે તો મોટો આખં ફાટી જાય તેવો આંકડો સપ્લાયર સામે પતાવટ માટે મુકયો હતો. સપ્લાયરને આ આંકડો પહેલા તો ગળે ઉતર્યેા જ નહીં હોય પરંતુ મોંઘી કિંમતનો દારૂ પકડાય એ કરતા કિંમતી કાર પણ પુરાઈ જાય અને પોતાનું નામ પણ ખુલ્લ ે તો રાજકોટમાં હાજર થવા આવવું પડે. અત્યાર સુધી બધં બારણે ચાલતી આ સપ્લાય પણ અન્ય પોલીસને પણ ખ્યાલ આવી જાય તેવા ડરે કદાચીત સપ્લાયર સેટલમેન્ટ માટે રાજી થયો હશે અને હા–ના કરતા ૧૫ પેટી લાખેણા વહીવટની આસપાસ પતાવટ થઈ હોવાની ચર્ચા છે.
અંદરની એક એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે, રાજકોટમાં માલ મંગાવનાર ધંધાર્થી જ કદાચ પોલીસ ત્રિપુટી પાસે લીક થઈ ગયો હોય અને તેણે ત્રિપુટીને કાર, મોબાઈલ નંબર અને લોકેશન સહિતની માહિતી અગાઉ જ પુરી પાડી દીધી હોય તે મુજબ પોલીસનું કામ સરળ થઈ ગયું હશે. ઉપરોકત તમામ બાબતો કે વાત અત્યારે કયાંય પોલીસ ચોપડે ચડી નથી. માત્ર ચર્ચા ચાલી રહી છે. જેથી સત્તાવાર જાહેર થયું નથી માટે બધં બારણે અથવા અફવા ગણવી પડે.
મોંઘા દારૂની હેરાફેરી માટે મોંઘેરી કારના ઉપયોગ
દારૂમાં પણ દેશી દારૂથી લઈ વિદેશી દારૂમાં પ્રિમીયમ કવોલીટી સુધીની ૧૦–૨૦ હજારની બોટલો પણ મળતી હોય છે. ચોકકસ ધંધાર્થીઓ આવી પ્રિમીયમ કવોલીટીનો જ ધંધો કરતા હોય છે. આવો મોંઘો દારૂ પકડાઈ ન જાય કે પોલીસને એજન્સીને ખ્યાલ ન આવે તે માટે આવા દારૂની હેરાફેરી માટે પ્રિમીયમ મોંઘી કારના જ વધુ ઉપયોગ થાય છે. આવી મોંઘેરી કાર જોતા પહેલા તો પોલીસ અટકાવવાની હિંમત ન કરી શકે. જો ચોકકસ માહિતી કે અંદરનો કોઈ ફત્પટયો હોય તો જ આવી કાર પકડાવાની શકયતા હોય છે. પોલીસથી બચવા માટે મોંઘા દારૂ માટે મોંઘેરી કાર ધંધાર્થીઓ વાપરતા હોવાની ચર્ચા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech