પરસોતમ રૂપાલા સામેનો વિવાદ શમી ગયો છે એવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડો છે. આજે પણ ક્ષત્રિયાણીઓ દ્રારા પોસ્ટર વિતરણ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. જોકે ક્ષત્રિય સમાજ દ્રારા નવા કોઈ કાર્યક્રમો આપવામાં આવ્યા નથી અને પાટીદાર નેતાઓને પક્ષે આદેશ આપ્યો છે કે પાટીદાર સમાજ દ્રારા પાલાની તરફેણમાં બેનરો કે નિવેદન થતા રોકવા. આવા નિવેદનોથી નુકસાન જવાની સંભાવના હોવાથી પાટીદાર નેતાઓ સક્રિય થઇ ગયા છે.
આજે સવારે જોકે રાજકોટમાં સ્પીડવેલ ચોક સહિત અનેક વિસ્તારામાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા હતા. 'હું સનાતનની સાથે છું, હત્પં હિન્દુત્વની સાથે છું, હૂ ભાજપની સાથે છું, હું નરેન્દ્ર મોદીની સાથે છું, હું પરષોતમ રૂપાલાની સાથે છું'ના સ્લોગન વાળા બેનરો લગાવવામાં આવ્યા હતા. આવા બેનરો લાગે તે પણ આ તબક્કે પાલાને નુકસાનકર્તા હોવાથી તત્રં દ્રારા ચૂંટણીણી આદર્શ આચારસંહિતાના નામે તેને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા હતા.
ગઇ કાલે પાલાના ઘરે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પાલા વચ્ચે મિંટીંગ યોજાઇ હતી. જો કે મીટીંગને લઇને કંઇપણ કહેવા અંગે નેતાઓે મૌન ધારણ કરી લીધું હતું. ત્રણમાંથી એક પણ નેતાએ મિટિંગમાં થયેલી ચર્ચા અંગે કઇં ફોડ પાડો ન હતો. જયારે બહાર આવેલા પરષોતમ પાલાને મીડિયાએ ઘેરી લીધા ત્યારે તેમણે કહ્યું કે તેઓ માત્ર મને મળવા માટે ઘરે આવ્યા હતા, કોઇ બેઠક થઇ નથી.
નયનાબાએ લગાવ્યા 'બોયકોટ રૂપાલા'ના પોસ્ટર
આ મામલે હવે ક્ષત્રિય સમાજથી આવતા અગ્રણી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા આગળ આવ્યા છે. નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્રારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે. સાથે જ 'બોયકોટ પાલા' પણ પોસ્ટર લખેલું છે. તેમણે રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં પોસ્ટર લગાવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech