સુવર્ણ મંદિરમાં પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ

  • December 04, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર પરિસરમાં બુધવારે સવારે અકાલી દળના નેતા અહીં અને સેવાદાર તરીકેની સજા ભોગવી રહેલા સુખબીર બાદલ પર ફાયરીંગનો પ્રયાસ થયો હતો જો કે નજીકમાં જ ઉભેલા અન્ય એક સેવકનું ધ્યાન જતા ફાયરીંગનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. નોંધનીય છે કે અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ સહિત શિરોમણી અકાલી દળના નેતાઓ અકાલ તખ્ત સાહિબ દ્રારા તેમના માટે ઉચ્ચારવામાં આવેલી ધાર્મિક સજા હેઠળ 'સેવા' ઓફર કરી રહ્યા છે.  જો કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. શૂટરની ઓળખ નારાયણ સિંહ ચૌરા તરીકે કરવામાં આવી છે, જે કથિત રીતે ભૂતપૂર્વ આતંકવાદી છે, જેણે ઘણા કેસોનો સામનો કર્યેા છે અને તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો.
અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર પરિસરમાં બનેલી આ ઘટના સમયે નરેન સિંહ ચૌરા સુખબીર સિંહ બાદલની નજીક ઊભો હતો. યારે સુખબીર બાદલ પર ગોળીબાર કરવામાં આવ્યો, ત્યારે નજીકમાં ઉભેલા એક 'સેવાદાર' એ નેતાને બચાવીને ઐંધા તરફ હાથ ધકેલી દીધો.સુખબીર સિંહ બાદલ શીખ પાદરીઓ દ્રારા ઉચ્ચારવામાં આવેલી 'તનખૈયા' (ધાર્મિક સજા) હેઠળ સુવર્ણ મંદિરની બહાર 'સેવાદાર' અથવા સ્વયંસેવકની ફરજ બજાવવા માટે સુવર્ણ મંદિરમાં છે.
અકાલી નેતા સુખદેવ સિંહ ધીંડસા, જેઓ તેમની ઉંમરને કારણે વ્હીલચેરમાં પણ હતા, તેમણે પણ આ જ સજા ભોગવી હતી, યારે પંજાબના ભૂતપૂર્વ પ્રધાનો બિક્રમ સિંહ મજીઠિયા અને દલજીત સિંહ ચીમા વાસણો ધોતા હતા. બાદલ અને ધીંડસાના ગળામાં નાના બોર્ડ લટકાવવામાં આવ્યા હતા અને તેમના દુષ્કૃત્યો ને સ્વીકારતા હતા. બંને નેતાઓએ એક કલાક સુધી 'સેવાદાર' તરીકે સેવા આપી હતી.
પંજાબમાં ૨૦૦૭ થી ૨૦૧૭ દરમિયાન શિરોમણી અકાલી દળની સરકાર દ્રારા કરવામાં આવેલી ભૂલો માટે બાદલ અને અન્ય નેતાઓ માટે 'તનખૈયા' (ધાર્મિક સજા) ઉચ્ચારતા, અકાલ તખ્ત ખાતે શીખ પાદરીએ સોમવારે વરિ અકાલી નેતાને આદેશ આપ્યો હતો કે એક 'સેવાદાર' તરીકેની ફરજ બજાવવી અને સુવર્ણ મંદિરમાં વાસણ અને જૂતા ધોવા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application