જૂનાગઢમાં એન.એસ.યુ.આઈ પ્રમુખ નું અપહરણ કરી હત્યાના પ્રયાસ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત ૧૦ સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરી છે આરોપીઓ પાસેથી મારામારી અને અન્ય ઈસમો ની સંડોમણી યુવકને માર મારી મોબાઇલમાં વિડીયો ઉતારવા તથા હથિયારો સહિતના મુદ્દે પૂછપરછ કરી તપાસના ધમધમાટ શ કરાયો છે તેમજ પૂર્વ ધારાસભ્ય ના પુત્ર સહિતના અન્ય શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જૂનાગઢમાં દાતાર રોડ પર એન એસ યુ આઈના પ્રમુખ અને જૂનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી એ ગાડી ચલાવવા બાબતે ઠપકો આપતા દાતાર રોડ પર અજાણ્યા ઈસમોએ માર મારી કારમાં અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા .ત્યારબાદ યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજાએ તેની કારમાં બેસાડી ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ જઈ પાંચ થી છ માણસોએ હાથમાં પિસ્તોલ અને લોખંડના પાઇપ સાથે આવી યુવકને ન કરી માર મારી તેનો વિડીયો મોબાઇલ ફોનમાં ઉતાર્યેા હતો તેમ જ માફી મંગાવી ફરિયાદ કરીશ તો જ મારી નાખીશું તેમ જણાવી યુવકને ભેસાણ ચોકડી પાસે ઉતારી દીધો હતો. સમગ્ર બનાવ મામલે યુવકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૦ સામે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાના પ્રયાસ એસ્ટ્રોસિટી સહિતની વિવિધ કલમોને આધારે ગુનહો નોંધણી તપાસ હાથ ધરી હતી.
પોલીસે સીસીટીવી ફટેજને આધારે તપાસ હાથ ધરી છે તો એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્રારા તપાસ દરમિયાન ત્રણ શખ્સોને હસ્તગત કરવામાં આવ્યા છે . યુવકની ફરિયાદના આધારે આરોપીઓએ ગોંડલ લઈ જઈ ન કરી માર મારી મોબાઇલમાં વિડીયો ઉતારી માફી માગવામાં આવી હતી આ ઉપરાંત બંદૂક તથા લોખંડના પાઇપ વડે પણ માર માર્યેા હતો જેને આધારે પોલીસ દ્રારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ કરી છે તેમજ સમગ્ર મામલે સીસીટીવી ફટેજ મેળવવા પણ ચક્રો ગતિમાન કરી પૂછપરછનો ધમધમાટ શ કર્યેા છે તો સમગ્ર મામલે ગણેશ જાડેજા તેની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો પોલીસ દ્રારા મારામારીનું કારણ તેમજ કોની કોની સંડવણી છે તે મામલે ઝડપાયેલા ત્રણ ઈસમોની પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે સમગ્ર બનાવ મામલે દલિત સમાજ અને જિલ્લ ા કોંગ્રેસમાં રોષ ફેલાયો છે. દલિત સમાજ દ્રારા શનિવારે જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર પાઠવી સંજય સોલંકી પર હત્પમલો કરનાર ઇસમોને ઝડપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી તો બીજી તરફ જિલ્લ ા કોંગ્રેસ દ્રારા પણ એન એસ યુ આઈ પ્રમુખ પર થયેલા હત્પમલાના આરોપીઓને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech