આવતીકાલે દિલ્હી અને પંજાબમાં હુમલાની શકયતા: હાઈ એલર્ટ જાહેર

  • August 14, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હી અને પંજાબમાં હુમલાની શકયતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુચર એજન્સીઓએ આપેલી માહિતી અનુસાર જમ્મુ–કાશ્મીરમાં એકિટવ આતંકવાદી જૂથના ૨ થી ૩ લોકો હત્પમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, ગુચર એજન્સીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટની આસપાસ ભીડવાળી જગ્યાઓ પર આઈઈડીનો ઉપયોગ થઈ શકે છે.તેમણે કહ્યું કે સરકાર દ્રારા લેવામાં આવેલા અમુક નિર્ણયો અથવા પગલાંઓથી અસંતુષ્ટ્ર તત્વો દ્રારા બદલો લેવાની સંભાવનાને કારણે પણ હત્પમલાનું જોખમ પણ વધી જાય છે.આતંકી સંગઠન હાઈપ્રોફાઈલ વ્યકિતઓ, સંસ્થાઓ, ભીડભાડવાળી જગ્યાઓ અને વધુ ટ્રાફિક ધરાવતા સ્થળોને નિશાન બનાવી શકે છે.
તાજેતરમાં જ જમ્મુ–કાશ્મીરના કઠુઆ સરહદે પર હથિયારી ધારી કેટલાક શંકાસ્પદ લોકોની અવરજવર જોવા મળી હતી. આ શંકાસ્પદ લોકો પંજાબના પઠાણકોટ તરફ ગયા હતા. જેના કારણે ગુચર એજન્સીઓની શંકા વધુ વધી છે.આ સિવાય ઘાટીમાં રાજાૈરી, ડોડા, કઠુઆ, પૂંછ અને ઉધમપુર જેવા વિસ્તારોમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હત્પમલાઓને લઈને પણ એજન્સીઓ સતર્ક છે.દિલ્હીમાં લાલ કિલ્લાની આસપાસ અને સમગ્ર રાજધાનીમાં સુરક્ષા દળો એલર્ટ પર છે.
ગુચર એજન્સીઓએ એમ પણ કહ્યું હતું કે, આ એલર્ટની માહિતી અનુસાર, જમ્મુ–કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હત્પમલાઓને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાની ગુચર એજન્સી આઈએસઆઈ લશ્કર–એ–તૈયબા, ટીઆરએફ અને જૈશ–એ–મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને દરેક રીતે સમર્થન આપી રહી છે અને તેમને ભારતમાં હત્પમલા કરવા માટે ઉશ્કેરે છે. તેથી ૧૫ ઓગસ્ટે કે તેની આસપાસના દિવસોમાં હત્પમલો આશંકા સેવાઇ રહી છે. હત્પમલાની આશંકાને લઇને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકી દીધી છે, ખાસ કરીને એવા સમયે યારે સ્વતંત્રતા દિવસ નજીક છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્ર્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application