10 શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અસલમભાઈ ભીખુભાઈ ચાકી નામના 27 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 29 મીના રોજ બપોરના સમયે તેમના ભાઈ સાહેદ આબીદ ભીખુભાઈ ચાકીને લઈને પાણીના ટ્રેકટરથી બોટમાં પાણી ખાલી કરવા ગયા હતા. તેઓ બોટમાં પાણી ખાલી કરી રહ્યા હતા, તે દરમિયાન અહીં આરોપી ઈરફાન પટેલ આવ્યો હતો અને તેણે ટ્રેક્ટર સાઈડમાં લેવાનું કહ્યું હતું. જે બાબતે ઈરફાન અને અન્ય આરોપી ઈમરાન પટેલ અને ઈમ્તિયાઝ પટેલે ફરિયાદીના ભાઈ આબિદ ચાકી સાથે બોલાચાલી કરી હતી.
આ પછી ફરિયાદી અસલમ અને તેના ભાઈ આબિદ તેઓના ટ્રેક્ટરમાંથી પાણી ખાલી કરી અને બંદર ખાતેથી નીકળી ગયા હતા. પરંતુ ઉપરોક્ત બાબતનું મન દુઃખ રાખીને આરોપી ઈમરાન, ઈરફાન અને ઇમ્તિયાઝએ ટ્રેક્ટરની આગળ આવીને ટ્રેક્ટર રોકાવી, આબિદને જમીન ઉપર પછાડી દીધો હતો. જ્યારે અન્ય આરોપી ઈસ્તિયાક પટેલ પણ ત્યાં હતો અને ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળી અને આબિદ ને બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી ફરિયાદી અસલમ અને તેના ભાઈ આબિદ સાથે આરીફ અને સલાયા પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતા. જ્યાં ઉભેલા અન્ય આરોપી આસિફ પટેલ, મુસ્તાક પટેલ, ફારુક પટેલ, હાજી ગંઢાર અને હુસેન પટેલે ફરિયાદી તથા સાહેદોને પોલીસ મથકની બહાર નીકળતા બિભત્સ ગાળો કાઢી, ગેરકાયદેસર મંડળી રચીને આડેધડ માર મારી, મૂઢ ઈજાઓ પહોંચાડી અને બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી અત્યારની ધોરણસર ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તમામ 10 આરોપીઓ સામે જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech