ઈન્ટરનેટ આર્કાઈવ ની સત્તાવાર વેબસાઈટ સાઈબર છેતરપિંડી કરનારાઓ દ્વારા હેક કરવામાં આવી છે. જેના કારણે ઘણા યુઝર્સના સેન્સિટિવ ડેટા લીક થયા છે. ઈન્ટરનેટ આર્કાઈવ પર આ મોટા સાયબર હુમલાની જવાબદારી એક પેલેસ્ટિનિયન હેકટિવિસ્ટે લીધી છે, જેમાં 31 મિલિયન યુઝર્સના અંગત ડેટા લીક થઈ ગયા છે. સાયબર હુમલામાં ઈમેલ એડ્રેસ, સ્ક્રીન નેમ અને એન્ક્રિપ્ટેડ પાસવર્ડ હેક કરવામાં આવ્યા હતા, જેના કારણે સાયબર સિક્યુરિટી એક્સપર્ટે યુઝર્સને તાત્કાલિક તેમના પાસવર્ડ બદલવાની વિનંતી કરી હતી. આ ઉલ્લંઘને ડેટા ગોપ્નીયતા અને લોકપ્રિય ડિજિટલ લાઇબ્રેરીની સુરક્ષા વિશે ચિંતાઓ ઊભી કરી છે, જે તેના વેબેક મશીન માટે જાણીતી છે.
9 ઓક્ટોબરે પ્રકાશમાં આવેલા આ સાયબર હુમલામાં ઈન્ટરનેટ આર્કાઈવ વેબસાઈટ પરની જાવા સ્ક્રીપ્ટ લાઈબ્રેરી હેક થયા બાદ લાખો યુઝર્સના ડેટાનો પદર્ફિાશ થયો હતો. હેકર્સે પોપ-અપમાં ઈન્ટરનેટ આર્કાઈવ ની મજાક ઉડાવતા કહ્યું કે તે સુરક્ષા ભંગની નજીક છે. આ મોટા પાયે સાયબર હુમલાથી ડેટાને વધુ સુરક્ષિત કરવા માટે, સંસ્થાએ તેની જાવા સ્ક્રીપ્ટ લાઇબ્રેરીને બંધ કરી દીધી છે અને હાલમાં તે સિસ્ટમને ક્લીયર કરી રહી છે અને સુરક્ષા વધારી રહી છે. ઈન્ટરનેટ આર્કાઈવ ના સ્થાપક બ્રુસ્ટર કાહલેએ સુરક્ષા ઘટનાઓને પગલે એક સાર્વજનિક અપડેટ જારી કર્યું. તેણે કહ્યું છે કે વેબસાઈટ પર ડીડોઝ હુમલો થયો હતો, જેના કારણે વેબસાઈટ પ્રભાવિત થઈ હતી અને યુઝરનેમ, ઈમેલ અને પાસવર્ડનો ડેટા લીક થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech