જામનગરમાં વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને વિદ્યાર્થી યુવાન પર હુમલો

  • May 25, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદ


જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને એક વિદ્યાર્થી યુવાન પર બાઈક ચાલક અને તેના પિતા સહિત ચાર શખ્સોએ હુમલો કરી માથામાં ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો મિત્તપાલસિંહ અનિરુદ્ધસિંહ સોલંકી નામનો ૧૮ વર્ષ નો વિદ્યાર્થી યુવાન ગઈકાલે જડેશ્વર પાર્ક વિસ્તારમાંથી સાયકલ લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળથી હર્ષ હીતેશભાઈ નંદા ફુલ સ્પીડમાં બાઈક ચલાવી હોર્ન વગાડીને ઓવરટેક કરતા મિતપાલસિંહે ધીમે વાહન ચલાવવા માટેની ટકોર કરતાં હર્ષ નંદા ઉશકેરાયો હતો. જેને પોતાના પિતા હિતેશ નંદા ઉપરાંત ભાઈ મહેશ નંદા અને મિત્ર દીપ વગેરેને બોલાવી લીધા હતા, અને વિદ્યાર્થી યુવાન પર છરી- ધોકા વડે હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી.

આથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application