ઉનામાં બનાવટી ડાયમડં વળગાડી દેવા બાબતેના જુના મનદુ:ખમાં ગરાળ અને ભાવનગર પંથકના કુલ ચાર યુવાનો ઉપર લોખંડનો પાઇપ અને લાકડાના ધોકા વતી માર મારતાં એકને ગંભીર ઇજા જયારે ત્રણને સામાન્ય ઈજાઓ પહોંચી પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.
તાલુકાના ગરાળ ગામે રહેતા હરિકૃષ્ણ સિહ રમેશસિહ રાઠોડએ ઉના પોલીસ સ્ટેશનમાં આરોપી અનિલ પેસવાણી, નિલય ઉર્ફે ભૂરો રામભાઈ વાળા, વિજય કરમણ, રાજુ ગોસ્વામી રે. તમામ ઉના સામે એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર વિધાનગર સોસાયટીમાં નાગનાથ મંદિર પાછળ રહેતા અનિલ પેસવાણી અને વિજય કરમણભાઈ પાસેથી ફરિયાદીના મિત્ર વિજયભાઈ અથાભાઈ ગઢવી રે. ભાવનગરવાળાએ એક વરસ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૩માં ડાયમંડનો હિરો પિયા તેર લાખમાં ખરીદ કરેલ હતો તે પેટે પિયા ૬ લાખ ચૂકવેલ હતા બાકીના પિયા હીરાની ખરાઈ કર્યા પછી આપવાનુ નક્કી થયું હતું. વિજયભાઈએ હીરાની ખરાઈ કરાવતા નકલી હોવાનું જણાઇ આવેલ તેથી ચૂકવેલ પિયા ૬ લાખ પરત આપવાનું કહેતા વિજયને પિયા પરત આરોપી અનિલ અને વિજય કરમણભાઈ પરત આપેલ નહિ. યારે હીરાની ખરીદી કરેલ ત્યારે ફરિયાદી હરિકૃષ્ણસિહ અને તેના બનેવી ગોપાલસિહ ભૂપતસિહ રાણા રે. ઉડવી તા. ભાવનગર હાજર હતા તેથી ફરિયાદી અવાર નવાર આરોપીને ફોન કરી પિયા પરત આપવાનુ કહેતા પરંતુ આપેલ નહિ પછી ફરિયાદીએ ઉના પોલીસમા અનિલ અને વિજય વિદ્ધ અરજી કરી હતી. તે અરજી અન્વયે અનિલ અને વિજયએ પિયા થોડા દિવસમા આપી દેવા જણાવેલ હતું પરંતુ પિયા આરોપીએ ના આપતા ગઈકાલે તા ૨૨–૧૦–૨૪ના ફરિયાદી અને વિજયભાઈ ગઢવી તથા ફરિયાદીના બનેવી ગોપાલ સિહ, વિજયભાઈનો મિત્ર પ્રશાંત સુરેશભાઈ કાલાણી રે. ભાવનગર ફરી.ના કાકા જયરાજસિહ બટુકસિહ રાઠોડ રે.ગરાળવાળા વાહન લઇ ઉના આવેલ અને આરોપી અનિલના વિધાનગર સોસાયટી નાગનાથ મંદિર પાછળ ઘરે પિયા લેવા ગયા હતા ત્યારે ચાર આરોપીઓ સ્ક્રોપિયો કારમા આવી ભૂંડી ગાળો બોલી. જેમાં આરોપી અનિલએ લોખંડનો પાઇપ વતી હરિકૃષ્ણ સિહના માથાના પાછળના ભાગે હત્પમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અન્ય ત્રણ આરોપીઓ પણ લોખંડનો પાઇપ અને લાકડાના ધોકા વડે હત્પમલો કરી અન્યને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજા પામનારને ઉનાની હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ચાર આરોપી સામે ૧૦૯(૧), ૧૧૫(૧), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૩,(૫) ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન. રાણા કરી રહ્યા છે. આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાઈકોર્ટે BCCIને મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચુકવવા લગાવી ફટકાર
January 11, 2025 03:58 PMકન્નૌજમાં રેલવે સ્ટેશનનું લિન્ટર ધરાશાયી, કાટમાળ હેઠળ 35 લોકો દટાયા, ત્રણના મોત, મોતનો આંકડો વધી શકે
January 11, 2025 03:52 PMમહાવિકાસ અઘાડીમાં તિરાડ! ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતૃત્વમાં BMC ચૂંટણી એકલા હાથે લડશે
January 11, 2025 03:37 PMમાતા-પિતા માટે ચેતવતો કિસ્સોઃ ભુજમાં 17 વર્ષના સગીરે ગેમ હારી જતા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
January 11, 2025 03:22 PMલોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ માટે ડેલ્ટા સ્મેલટ ફીશ જવાબદાર : મસ્ક-ટ્રમ્પ
January 11, 2025 02:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech