કાલાવડના મોટી નાગાજર ગામના ખેડૂત બુઝુર્ગ પર હુમલો

  • September 18, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીનના ભાગના પ્રશ્ને તેના જ નાના ભાઈ-ભાભીએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના ૬૦ વર્ષના ખેડૂત બુઝુર્ગ ઉપર તેના જ નાનાભાઈ અને ભાભીએ ખેતીની જમીનના ભાગના પ્રશ્ને હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.


કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વલ્લભભાઈ પરબતભાઈ નામના ૬૦ વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ નાના ભાઈ વીઠલભાઈ પરબતભાઈ કારસારિયા અને તેની પત્ની મધુબેન વિઠ્ઠલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને ભાઈઓની ભાગમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનના ભાગ પાડવા ના પ્રશ્ને બંને વચ્ચે તકરાર ચાલી રહી છે, અને આજથી ચારેક વર્ષ પહેલા અગાઉ ઝઘડો થયો હોવાથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application