બેહ ગામના પ્રૌઢ ઉપર હુમલો ચાર શખ્સો સામે ફરિયાદ

  • September 10, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા કાળુભાઈ કાનાભાઈ પતાણી નામના 55 વર્ષના ગઢવી પ્રૌઢ ગત તારીખ 7 ના રોજ તેમના ઘરે સુતા હતા. ત્યારે અહીં આવેલા ગોપાલ કાના વાનરીયા નામના શખ્સએ તેમના પિતા અને ભાઈઓ ભીમા કાના વાનરીયા તથા પેથા કાના વાનરીયા અને કાના ડાવા વાનરીયા નામના કુલ ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી , ઢીકાપાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કારૂભાઈ પતાણી દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ચાર શખ્સોને હાલ ફરાર જાહેર કરી, આગળની તપાસ એ.એસ.આઈ. આર.પી. મેવાડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


દ્વારકામાં મહિલાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી  આપતા ચાર સામે ફરિયાદ

દ્વારકામાં પૂર્વ દરવાજાની બહારના વિસ્તારમાં રહેતા અને શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ભારતીબેન કરસનભાઈ વેલજીભાઈ વેગડ નામના 45 વર્ષના પ્રજાપતિ મહિલા તેમના ઘરે એકલા હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા હરીશભાઈ વેલજીભાઈ વેગડ તથા પ્રજ્ઞાબેન હરીશભાઈ વેગડએ ફરિયાદી ભારતીબેન સાથે ઝઘડો કરવાના ઈરાદાથી તેમના ઘરે આવી અને અહીં કુંડા પછાડી, તેમની સાથે આવેલા બે અન્ય અજાણ્યા મહિલાઓ સહિત તમામ ચારએ તેમને ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


આરંભડાના યુવાનને અપમાનિત કરતા ભીમરાણાના શખ્સ સામે ફરિયાદ

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા રમેશભાઈ રાયસીભાઈ ચાસિયા નામના 20 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેના મિત્રો સાથે તેના જુના શેઠ પાસે ઉછીના પૈસા લેવા ગયા હતા. ત્યારે ભીમરાણા ગામના શિવરાજ ઉર્ફે પપૈયો હાથલ નામના શખ્સે ફરિયાદી રમેશભાઈના શર્ટનો કોલર પકડી અને ફડાકા ઝીંકી માર માર્યાની તથા તેની સાથે રહેલા સાહેદ તેના મિત્ર વાલાભાઈ શીવાભાઈ રોશિયા અને શિવુ રાજુભાઈ રોશિયાને પણ ઝાપટ મારી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.ટી. એસ.સી. સેલના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application