જોગવડ ખાતે 3 હજારથી વધુ ક્ષત્રિયોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું

  • October 12, 2024 07:13 PM 
  

જોગવડ ખાતે 3 હજારથી વધુ ક્ષત્રિયોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું

આ વર્ષે ક્ષત્રિય બહેનોએ પણ બહોળી સંખ્યામાં શસ્ત્ર પૂજનમાં જોડાઈ એક નવીન કેડી કંડારી

જામનગરના જોગવડમાં ક્ષત્રિય રાજપૂત સમાજ જામનગર દ્વારા શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ત્રણ હજારથી વધુ ક્ષત્રિય યુવાનોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું હતું. દર વર્ષે જોગવડ ખાતે માં આશાપુરાના સાનિધ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું દબદબાભેર આયોજન કરવામાં આવે છે.જેમાં દશેરાના પાવન પર્વે 3 હજારથી વધુ ભાઈઓએ ઉપસ્થિત રહી ક્ષત્રિય પરંપરાનું વહન કર્યું હતું. આ વર્ષે આ પરંપરાને આગળ વધારતાં બહેનો પણ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા અને એક નવી કેડી કંડારી હતી.કાર્યક્રમમાં આ વર્ષે ક્ષત્રિયોએ માત્ર પરંપરાગત શસ્ત્રોનું જ નહીં પરંતુ આજના આધુનિક શસ્ત્રો એવાં લેપટોપ, ભારતીય સંવિધાન, બોલપેન તેમજ આધુનિક ઉપકરણોનું પણ પૂજન કર્યું હતું.જોગવડમાં આશાપુરા માતાજીના મંદિરે શસ્ત્ર પૂજનના કાર્યક્રમ સાથે સમાજના આગેવાનો વગેરેએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. સમૂહ ભોજન સાથે ઉપસ્થિત સૌએ સંતો મહંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.કાર્યક્રમમાં ક્ષત્રિય ભાઈઓ બહેનોની સ્વયં શિસ્તતા પણ ઉડીને આંખે વળગે એવી રહી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન દોલુભા એમ.જાડેજા, પ્રદેશ ઉપ પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત તથા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application