રાજકોટ શહેર જિલ્લામાં હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુ પામેલા ત્રણ નાગરિકોના પરિવારોને રૂપિયા બે–બે લાખની આર્થિક સહાય રાય સરકારની યોજના અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્રારા ચૂકવવામાં આવી છે.હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુ પામનારના પરિવારને સહાય ચૂકવવાની રાય સરકારની યોજના અમલી છે જેની ખૂબ ઓછા લોકોને જાણ હોય છે. દરમિયાન રાજકોટ જિલ્લાના કલેકટર પ્રભવ જોષીએ તેમના ધ્યાન પર આવેલા હિટ એન્ડ રનના ત્રણ કેસમાં મૃત્યુ પામનાર ત્રણ વ્યકિતના પરિવારને પરિવારદીઠ રૂપિયા બે–બે લાખ ચૂકવવાની દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરી હતી જે મંજુર થતાં મૃતકોના પરિવારને ટૂંક સમયમાં રૂપિયા બે–બે લાખની રકમનો ચેક આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનના કેસમાં મૃતકના પરિવારને કલેકટર તત્રં મારફતે સહાય ચૂકવવામાં આવી હોય તેવો રાયનો પ્રથમ કિસ્સો છે.
મહત્વપૂર્ણ છે કે, હિટ એન્ડ રનના કેસમાં જિલ્લા કલેકટર તંત્રના સ્તરેથી કાર્યવાહી થાય અને મૃતકના પરિવારને સહાય મળે તેવો આ પ્રથમ કિસ્સો છે. સામાન્ય રીતે કોઇપણ દુર્ઘટના બને ત્યારે રાય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય ચૂકવવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક સ્તરે બનતા અને પ્રથમ દર્શનિય રીતે સામાન્ય જણાતા તેવા હિટ એન્ડ રનના બનાવો ખરેખર ખૂબ કરૂણ હોય છે અને તેમાં સંબંધિત પરિવારે તેનો આધારસ્તભં ગુમાવ્યો હોય છે, કયારેક તો એવા કિસ્સા બનતા હોય છે કે, હિટ એન્ડ રનમાં મૃત્યુ પામનાર વ્યકિત પરિવારનો એકમાત્ર કમાનાર વ્યકિત હોય છે. આવા કિસ્સામાં પાછળથી પરિવારની હાલત કફોડી થઇ જતી હોય છે. ઉપરોકત પ્રકારે રૂપિયા બે લાખની સહાય મળે તો મૃતકના પરિવાર માટે એ સાંત્વનારૂપ બની રહે છે. રાજકોટ કલેકટરે શરૂ કરેલી આ અભિનવ પહેલને અન્ય જિલ્લા કલેકટર પણ અનુસરે અને તેમના કાર્યક્ષેત્ર હેઠળના શહેર જિલ્લામાં બનતા હિટ એન્ડ રનના બનાવોમાં મૃતકના પરિવારને સહાય આપવા સરકાર સુધી દરખાસ્ત કરે તે જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech