ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કામ કરતા સંદીપભાઈ ભીમજીભાઈ કંસારા નામના ૩૭ વર્ષના પ્રજાપતિ કુંભાર યુવાનના તેમના પત્ની વિલાસબેન સાથે છૂટાછેડા થઈ ગયેલ હોય, પરંતુ તેણી હેરાન ન થાય તે માટે તેને મકાન રહેવા આપ્યું હતું. જ્યાં વિલાસબેન રહેતા હતા, ત્યાં ઓખાના ભુંગા વિસ્તારમાં રહેતો અશરફ કુરેશી પણ રહેતો હોય, થોડા દિવસ પૂર્વે ફરિયાદી સંદીપભાઈ વિલાસબેનને મળવા જતા ત્યાં આરોપી અશરફ કુરેશી આવ્યો હોવાથી અહીં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આરોપી અશરફ કુરેશીએ સંદીપભાઈ કંસારાને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી સંદીપભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
નુરી ચોકડી પાસે છરીઓ સાથે બે શખ્સની અટક
જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અલ્તાફ સતાર ચાકી અને મહારાજા સોસાયટીમાં રહેતા અવેશ અહેશાન સંઘાર આ બંનેને ગઇકાલે નુરી ચોકડી રોડ પરથી એક-એક છરી સાથે નીકળતા પોલીસે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech