હિરાસર એરપોર્ટ કેમ્પસ અને તેની બહાર ચોક્કસ તત્વોએ બાપુજીનું ખેતર હોઈ એ રીતે મનમાની ચલાવી રીતસર પૈસાની ઉઘરાવી ધાક ધમકી આપવામાં આવતી હોવાની અનેક ફરિયાદો થવાની સાથે અગાઉ વિડિઓ પણ વાયરલ થયા છે. એમ છતાં પોલીસ દ્રારા કોઈ કડક પગલાં ભરવામાં ન આવતા તત્વો વધુને વધુ બેફામ બની રહ્યા છે. ગઈકાલે જ ટેકસીનું ભાડુ બાંધતા ચાલકને .૫૦૦ હા પેટે આપવાનું કહી શખ્સોએ હત્પમલો કરતા પિતા–પુત્રો ઘવાતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની મળતી વિગત મુજબ રામપર બેટી ગામે રહેતો અને ટેકસી ચલાવતો જયદીપ જગદીશભાઈ મકવાણા (ઉ.વ.૨૦) તેનો ભાઈ સંજય (ઉ.વ.૧૭) અને તેના પિતા જગદીશભાઈ લાલજીભાઈ મકવાણા (ઉ.વ.૩૮) ત્રણેય જીવાપર ગામના પાટિયા પાસે હતા ત્યારે લાલજી, વિક્રમ અને અજાણ્યાએ પાઇપ વડે હત્પમલો કરી મારમારતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
આ અંગે જયદીપના કહેવા મુજબ હત્પં એરપોર્ટના પાકિગમાં મારી ટેકસી રાખી ભાડા કં છું, ગઈકાલે એરપોર્ટએ હતો ત્યારે પોરબંદરનું ભાડું મળતા મુસાફરને બેસાડી ડ્રાઈવર એરપોર્ટ બહાર ગાડી લઈને નીકળતા લાલજી અને તેની સાથેનાએ મારી પાસેથી .૫૦૦ માગ્યા હતા. જે આપવાની ના પાડતા આ બાબતે બોલાચાલી કરી ઝગડો કર્યેા હતો. લાલજી સહિતનાએ પાઇપ વડે માર મારતા મારો ભાઈ અને પિતા પણ છોડવવા આવતા તેને પણ પાઇપના ઘા માર્યા હતા. જયદીપએ આક્ષેપ સાથે વધુમાં જણાવ્યું હતું કે, લાલજીની પણ પાંચ છ ગાડી ભાડા માટે ઉભી હોઈ છે, અને જો કોઈ નું ભાડુ બધાઈ તો .૫૦૦ નો હો ઉઘરાવે છે. આક્ષેપો અંગે એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech